આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .
ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં આગમન પછી સમગ્ર વિશ્વમાં એક શબ્દ ખુબ જ ચલણમાં છે તે છે "ક્રિટિકલ મિનરલસ" . એક અંદાજ પ્રમાણે ચાઈના પાસે વિશ્વના ૯૦ ટકા ક્રિટિકલ મિનરલસ પર ઈજારો છે. ચાઇનાએ અમેરિકાના ટેરીફના પગલે આ ક્રિટિકલ મિનરલ્સની નિકાસ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે. જેનાથી , ઓટોમેકર એટલેકે કાર બનાવતી કંપનીના ઉત્પાદન પર , અવકાશયાન બનાવવા પર , સેમિકન્ડક્ટર સાથે જ ડિફેન્સના અત્યાધુનિક હથિયારો બનાવવા માટે અમેરિકાને તકલીફો પડી શકે છે. સરળ ભાષામાં કહીએ તો એવા ખનીજ તત્વો કે જે કોઈ પણ રાષ્ટ્રના આર્થિક વિકાસ , ટેક્નોલોજિકલ એડવાન્સમેન્ટ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખુબ જરૂરી છે. આ ક્રિટિકલ મિનરલ્સએ હાય ટેક ઇન્ડસ્ટ્રી , રીન્યુએબલ એનર્જી અને ખુબ એડવાન્સ હથિયારો માટે જરૂરી છે. દાખલા તરીકે અમેરિકામાં ન્યુયોર્કના ઉત્તરમાં સ્થિત રસ્ટ બેલ્ટ આવેલી છે કે જેના શહેર ડેટ્રોઇટમાં ખુબ મોટા પ્રમાણમાં કાર બનાવતી કંપનીઓના મુખ્ય મથક છે . ચાઇનાના આ પગલાંથી આ રસ્ટ બેલ્ટમાં જોરદાર નુકશાન થઇ શકે છે. તો આ બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ પણ રીતે ઝૂકવા તૈયાર નથી . તેમણે થોડાક સમય પેહલા ટ્રુથ સોશ્યિલ સાઈટ પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી કે , " જે પણ દેશોની અમેરિકા સાથે વ્યાપારી ખાદ્ય છે તેમને છોડવામાં નઈ આવે. તેમાં ચીને તો લાંબા સમય સુધી અમારી સાથે વ્યાપારિક રીતે ખરાબ વ્યવહાર કર્યો છે. શુકવારના દિવસે કોઈ જ ટેરિફમાં રાહત આપવામાં નથી આવ્યા . " ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ચાઈનાને આ પોસ્ટમાં આડેહાથ લીધું છે અને લખ્યું છે કે " ચાઇનાએ અમેરિકાના લોકોનું અપમાન કરવા માટે એક પણ તક નથી છોડી. અમે તેમને વ્યાપારનો સતત દુરુપયોગ કરવા નઈ દઈએ. જોકે હવે એ દિવસો ગયા. અમેરિકાનો સુવર્ણ યુગ પાછો આવી ચુક્યો છે. અમારા ત્યાં ખુબ વધારે પ્રમાણમાં નોકરીઓ ઉપલબ્ધ બનશે. અંતમાં અમેરિકા દિવસેને દિવસે વધારે મજબૂત થઇ રહ્યું છે. મેક અમેરિકા ગ્રેટ અગેઇન." આમ ડોનાલ્ડ ટ્રમ્પના તેવર ચાઈના પ્રત્યે હજુ પણ ખુબ જ આકરા છે.
વાત ઇટાલીની તો , ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડનો વાર્તાલાપ ઇટાલીની રાજધાની રોમમાં યોજાશે. ઇટાલીની રાજધાની રોમમાં આ બીજા રાઉન્ડનો વાર્તાલાપ યોજવા ઈરાન , અમેરિકા અને ઓમાને વિનંતી કરી છે . આ બાબતની સંપૂર્ણ જાણકારી ઈટાલીના વિદેશ મંત્રી અન્ટોનિઓ તાજાનીએ આપી હતી. એક બાબત એ પણ છે કે , અમેરિકા ઈરાન સાથે રોમમાં વાર્તાલાપ કરવા માંગે છે. વાત કરીએ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેમણે ઈરાન પર "મેક્સિમમ પ્રેશર"ની પોલિસી અપનાવેલી છે. એટલુંજ નઈ ઈરાન પર જોરદાર દબાણ સર્જવા માટે પશ્ચિમ એશિયાના તમામ અમેરિકન બેઝ પર બી ટુ સ્ટીલ્થ બોમ્બર તૈનાત રાખ્યા છે. સાથે જ ઈરાનની મિસાઈલોથી બચવા થાડ સિસ્ટમ પર તૈયાર રાખી છે. એટલે , ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ છે કે એક તરફ વાર્તાલાપ કરો અને ગમે ત્યારે ઈરાન પર હુમલો કરવાની તૈયારી પણ રાખો . કેમ કે થોડાક સમય પેહલા ડોનાલ્ડ ટ્રમ્પએ ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ અલી ખામૈનીને પત્ર લખ્યો હતો જેમાં તેમણે ઈરાનને યુએસ સાથે પરમાણુ કરારો કરવા બે મહિનાનો સમય આપેલો છે.
વાત યુરોપિઅન યુનિયનની તો , રશિયા પાસેથી ગેસ ખરીદવા માટે તે અન્ય રસ્તા શોધી રહ્યું છે. તેનાથી અમેરિકા નારાજ થઇ શકે છે. વાત કરીએ રશિયાની રશિયા - યુક્રેન યુદ્ધ જે ૨૦૨૨માં શરુ થયું તે પેહલા રશિયા યુરોપને ૬૬ ટકા જેટલો ગેસ આપતું હતું. જોકે હવે આ ટકાવારી ઘટીને માત્ર ૧૧ ટકા સુધી રહી ગઈ છે. આ પછી અમેરિકા યુરોપને LNG આપે છે. પરંતુ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના ઉદય પછી તેમના યુરોપ સાથે વ્યાપાર અને સુરક્ષાને લઇને જોરદાર મતભેદો થયા છે. હાલમાં યુરોપની કતાર સાથેથી LNG લેવાનો વાર્તાલાપ અટકી ગયો છે. યુરોપનું સ્પષ્ટપણે માનવું છે કે જો યુક્રેનમાં શાંતિ થાય તો રશિયા પાસેથી ગેસ ખરીદી શકાય છે.