ચીનમાં કોરોના વિષ્ફોટથી લાખો લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન સોમવારે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ચીનમાં ઓમિક્રોનના સબ વેરિયેન્ટ સતત આવતા જ રહેશે તેથી ચીનને હાલ તુરંત તો સંક્રમણથી મુક્તી મળવાની કોઈ જ શક્યતા નથી.
પેકિંગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે આપી ચેતવણી
પેકિંગ યુનિવર્સિટીના બાયોકેમિસ્ટ કા ઓ યૂનલોંન્ગે ચેતવણી આપતા કહ્યું કે ચીનમાં હાલની સ્થીતીમાં કોરોના લહેર તેની ચરમસીમામાં પહોંચ્યા બાદ એક્સબીબી મોટા પ્રમાણમાં સંક્રમણના એક નવા તબક્કામાં દેશ પ્રવેશી શકે છે. વર્તમાનમાં દેશમાં એવી પરિસ્થીતી પેદા થઈ છે કે તેને રોકવી મુશ્કેલ છે. સંસોધકોએ ભારપૂર્વક કહ્યું છે કે ચીન કોવિડ સંક્રમણની અનેક લહેરોનો સામનો કરતું રહેશે કેમ કે ઓમિક્રોન વેરિયેન્ટમાં સતત પરિવર્તન થતું રહે છે. અત્રે ઉલ્લેખનિય છે કે બ્રિટન સ્થિત ફર્મ એયરફિનિટીએ એપ્રિલ 2023ના અંત સુધીમાં સમગ્ર ચીનમાં 17 લાખ લોકોના મોતની ભવિષ્યવાણી કરી છે.