અરુણાચલ પ્રદેશનાં 11 સ્થળોનાં નામ ચીને બદલ્યાં! જગ્યાઓના નામ બદલી શું કરવા ઈચ્છે છે ચીન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-04 11:48:57

ભારત અને ચીન વચ્ચેના સંબંધો વિશે તો આપણે સહુ કોઈ જાણીએ છીએ. ચીન દ્વારા કરવામાં આવતી અવળચંડાઈ અનેક વખત ચર્ચાનો વિષય બનતો હોય છે. અરૂણાચલ પ્રદેશને લઈ ચીન ચર્ચામાં આવ્યું છે. અરૂણાચલ પ્રદેશની સરહદે આવેલા 11 વિસ્તારોના નામ ચીને પોતાના નક્શામાં બદલી દીધા હોવાના સમાચાર મળી રહ્યા છે. મહત્વનું છે ચીન અરૂણાચલ પ્રદેશને ભારતનો હિસ્સો માનતું નથી. ચીન અરૂણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો ભાગ માને છે.


ચીને 11 જેટલી જગ્યાઓના નામ બદલ્યા! 

ચીન દ્વારા અનેક વખત એવી હરકત કરવામાં આવે જેને કારણે તેની ચર્ચાઓ થતી રહે છે. ત્યારે અરૂણાચલ પ્રદેશને લઈ ચીને પ્રતિક્રિયા આપી છે. પોતાના નક્શામાં ચીને અરૂણાચલ પ્રદેશની સરહદે આવેલા 11 જેટલા વિસ્તારોના નામને બદલી લીધા છે. ચીનના સરકારી ન્યુઝ પેપર ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યા અનુસાર 11 નામો બદલવાની પરવાનગી ચીનની સિવિલ અફેર મિનિસ્ટ્રીએ આપી દીધી છે. તેમાં બે ભૂ ભાગના નામ, બે રહેણાંક વિસ્તારના નામ છે. બે નદીઓના નામનો સમાવેશ થાય છે જ્યારે પાંચ પર્વતીય ક્ષેત્રો છે. તિબેટના દક્ષિણ ભાદને જંગનનું નામ આપવામાં આવ્યું છે. આ બધામાંથી એક વિસ્તાર એવો છે જે અરૂણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગરથી ખૂબ નજીક છે.


આ પહેલા પણ ચીન દ્વારા કરવામાં આવ્યું છે આવું કૃત્ય

ચીન દ્વારા કરવામાં આવેલું આ કૃત્ય પહેલી વારનું નથી. છેલ્લા 5 વર્ષના સમય દરમિયાન ચીન દ્વારા આવી હરકત ત્રીજી વખત કરવામાં આવી છે. 2021માં ચીને 15 જગ્યાના નામ બદલ્યા હતા જ્યારે 2017માં 6 જેટલી જગ્યાઓના નામ બદલ્યા હતા. ત્યારે ત્રીજી એપ્રિલે ચીને 11 જેટલી જગ્યાઓના નામ બદલ્યા છે. ભારત દ્વારા આ મામલે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં  આવી નથી. અરૂણાચલ પ્રદેશ ભારતનો ભાગ છે તેનો સ્વીકાર ચીન દ્વારા કરવામાં આવ્યો નથી. ચીન તેને દક્ષિણ તિબેટના ભાગ તરીકે વર્ણવે છે. 


ભારત દ્વારા આ મામલે અપાતો રહ્યો છે જડબાતોડ જવાબ 

ભારતના વિદેશ મંત્રાલય દ્વારા ભલે હજી સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા અથવા તો જવાબ આપવામાં આવ્યો નથી. પરંતુ આ પહેલા ભારત દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. વિદેશમંત્રાલયના પ્રવક્તાએ તે સમયે જવાબ આપતા કહ્યું હતું કે અરૂણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે. નામ બદલવાથી સત્ય બદલાઈ જતું નથી. 


નામ બદલવાની શું હોય છે પ્રક્રિયા? 

ઘણા સમયથી ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે. બંને દેશો વચ્ચે હજારો મીટરની લાંબી લાઈન ઓફ એક્ચ્યુયલ કંટ્રોલ આવેલી છે. જેને લઈ વિવાદ ચાલી રહ્યો છે. જેને લઈ ચીન અરૂણાચલ પ્રદેશને પોતાનો ભાગ માને છે. 1126 કિલોમીટર અરૂણાચલ પ્રદેશની સીમા ચીન સાથેની છે જ્યારે 520 કિલોમીટર ભારત સાથે મળે છે જ્યારે 1126 કિલોમીટર લાંબી સીમા ચીન સાથે મળે છે. ચીન એવો દાવો કરે છે કે અરૂણાચલ પ્રદેશ દક્ષિણ તિબેટનો ભાગ છે. આ બધી ચર્ચાઓ વચ્ચે તમને થતું હશે કે શું ખરેખર નામતો બદલાઈ નથી જવાનું ને? માત્ર ચીનના કહી દેવાથી નામ નથી બદલાઈ જતું. નામ બદલવા માટે અનેક નીતિ નિયમો હોય છે. જો કોઈ દેશ નામ બદલવા માંગતું હોય તો તેને આ મામલે પહેલા યુએનના જિયોગ્રાફિક વિભાગને જાણ કરવી પડે. જે બાદ તેમની ટીમ સ્થળની વિઝિટ કરે અને તપાસ કરે. જો તથ્યો સાચા પૂરવાર થાય તે બાદ જ નામનો ફેરફાર કરવા મંજૂરી આપવામાં આવે છે.           



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?