વિસ્તારવાદી ચીનનો માત્ર ભારત સાથે જ નહીં અન્ય 24 પાડોશી દેશો સાથે પણ છે સરહદી વિવાદ


  • Published By :
  • Published Date : 2022-12-16 17:56:17

ભારત અને ચીન વચ્ચે LAC પર અવારનવાર હિંસક અથડામણો થતી રહે છે. તાજેતરમાં જ અરૂણાચલ  પ્રદેશના તવાંગમાં થયેલા સંઘર્ષમાં બંમે દેશોના જવાનો ઘાયલ થયા હતા. જો કે અવું નથી કે ચીનનો ફક્ત ભારત સાથે જ સીમા વિવાદ છે. ચીન તેના તમામ પાડોશી દેશો સાથે જમીન અને સામુદ્રિક સીમા વિવાદ ધરાવે છે. ચીનના ભારત સહિત 25થી વધુ દેશો સાથે વિવાદ છે તેમાં પણ 14 દેશો સાથે સમુદ્ર સરહદી વિવાદ છે. કાઉન્સિલ ઓન ફોરેન રિલેસન્સ(CFR) અને સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા પ્રમાણે ચીનનો  તેના તમામ પાડોશી દેશો સાથે વિવાદ ચાલી રહ્યો છે. ચીન અન્ય પાડોશી દેશો સાથે પણ સતત તંગદીલી સર્જતું રહે છે. આજ આપણે જાણીશું કે ચીનના અન્ય કયા-કયા દેશો સાથે સીમા વિવાદ ચાલી રહ્યો છે.


ચીનની ઉશ્કેરણીજનક રણનિતી


ભારત, રશિયા, પાકિસ્તાન, નેપાળ, ભૂટાન, મ્યાનમાર, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, જાપાન, મોગોંલિયા, ઉત્તર કોરિયા, વિયેતનામ, સહિતના અન્ય દેશો સાથે ચીનના સરહદી વિવાદ છે. ચીનના સૈનિકો આ તમામ દેશોમાં ઘુશણખોરી કરતા રહે છે. 


રશિયા સાથે 162 વર્ષ જુનો વિવાદ


રશિયાના પૂર્વ વિસ્તારમાં હજારો  હેક્ટર ભૂમીને ચીન પોતાની ગણાવી રહ્યું છે. બંને દેશો વચ્ચે જમીન અને ટાપુઓને લઈને પણ છેક 1860થી વિવાદ ચાલી રહ્યો છે. રશિયા ચાર અલગ-અલગ સંધીઓમાં કુલ 100થી પણ વધુ ટાપુઓ ચીનને સૌંપી ચુક્યું છે. તેમ છતાં પણ ચીન, રશિયામાંથી વહેતી કેટલીક નદીઓને પોતાની ગણાવી રહ્યું છે. ચીન અને રશિયા વચ્ચે દુનિયાની છઠ્ઠી સૌથી લાંબી સરહદ 4,209 કિલોમીટરની છે. જેને લઈ બંને દેશો વચ્ચે 22 વર્ષથી વિવાદ છે.


ઈન્ડોનેશિયા સાથે નતુલા ટાપુને લઈ વિવાદ


ચીન અને ઈન્ડોનેશિયા વચ્ચે નતુલા ટાપુને લઈ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તે ઉપરાંત દક્ષિણ ચીન સાગરમાં માંછલી પકડવા મુદ્દે પણ બંને  દેશો વચ્ચે વિવાદ છે. આ દરિયાઈ વિસ્તાર ખનીજ તેલ અને ગેસના ભંડારો ધરાવે છે. જેથી  ચીનનો તેના પર ડોળો છે.


ફિલિપાઈન્સની ચીન સામે ઈન્ટરનેશન કોર્ટમાં ફરિયાદ


ફિલિપાઈન્સના બે ટાપુ સ્પાર્ટલી અને સ્કારબોરોહને ચીન પોતાના ગણાવે છે. જ્યારે ફિલિપાઈન્સ બંનેને સતત પોતાનો અભિન્ન ભાગ ગણાવે છે. આમુદ્દે ફિલિપાઈન્સે ચીન વિરૂધ્ધ ઈન્ટરનેશનલ કોર્ટમાં ફરિયાદ પણ કરી ચુક્યું છે. નવેમ્બર 2021માં ચીને ટાપુ પરની બે બોટને પાણીમાં ડુબાડી દીધી હતી. ત્યાર બાદ ફિલિપાઈન્સે ચીનને ચેતવણી આપી હતી કે જો તે આ પ્રકારની હરકતો કરતું રહે છે તો તે સમુદ્રમાં પોતાની સેના ઉતારી દેશે. ઉલ્લેખનિય છે કે ઈન્ટરનેશનલ કોર્ટમાં ચીન સામેનો આ કેસ ફિલિપાઈન્સ જીતી ગયું હોવા છતાં પણ ચીન તેનો દાવો જતાવી રહ્યું છે. 


જાપાનના સીમા વિવાદને લઈ છ વખત અથડામણ


જાપાનના સેનકાકુ અને રાયકુકુ ટાપુઓને તેના કબજામાં લેવા માટે  ચીન અનેક વખત પ્રયાસો કરી ચુક્યું છે. જાપાનની સમુદ્ર સરહદમાં સ્થિત દક્ષિણ ચીન સાગરના કેટલાક ભાગોને ચીન પોતાના ગણાવી રહ્યું છે. જેના કારણે બંને દેશોમાં તંગદીલી પ્રવર્તી રહી છે. જાપાનના સંરક્ષણ મંત્રાલયની રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ટાપુ અને સરહદી વિવાદને લઈને અત્યાર સુધીમાં છ વખત એટલે કે વર્ષ 1884, 1895, 1972, 2011,2013, અને 2015માં હિંસક અથડામણો થઈ ચુકી છે.


તાઈવાન પર ચીનનો ડોળો


દક્ષિણ-પૂર્વ ચીનથી તાઈવાનનું અંતર લગભગ 160 કિલોમીટર છે. તાઈવાન પર અમેરિકા સંપુર્ણપણે મહેરબાન છે. તે જ કારણ છે કે તાઈવાનની સરહદે સમયાત્તરે ચીન ઘુશણખોરી કરતું રહે છે. આ વર્ષે જ ચીનના 150થી વધુ ફાઈટર વિમાનોએ અનેક વખત તાઈવાનની સરહદમાં પ્રવેશ કરી ચુક્યા છે. 


ચીનનો ભવિષ્યનો પ્લાન 


ચીનની સામ્યવાદી સરકારની ગુપ્ત યોજના છે કે 2025 સુધી તાઈવાન પર પોતાનો કબજો કરી લેવો, ફિલિપાઈન્સના સ્માર્ટલી ટાપુ પર વર્ષ 2030 પહેલા નિયંત્રણ મેળવી લેવું, તે જ રીતે વર્ષ 2050 સુધી જાપાન પાસેથી સેનકાકુ ટાપુ છીનવી લેવાની પણ યોજના છે. રશિયા મજબુત દેશ હોવા છતાં વર્ષ 2050 સુધી તેની પાસેથી પણ જમીન પ્રાપ્ત કરી લેવાનો ચીનનો બદઈરાદો રાખે છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?