ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગુમ થતા બાળકો ચિંતાનો વિષય બન્યો છે. નાના ભૂલકાઓ ગુમ થાય ત્યારે તેમના પરિવારજનો પર જાણો આસમાન તુટી પડે છે. પરિવારજનો તેમના બાળકને શોધવા માટે પોલીસ સ્ટેશનોના ચક્કર લગાવ્યા કરે છે તેમ છતાં અંતે તેમને નિરાશા જ હાથ લાગે છે. આ ગંભીર સમસ્યા મુદ્દે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ હાઈ લેવલની મીટિંગ યોજી હતી.
Held a marathon meeting of the Home department, today.
Discussed over a few important points covering the E-FIR review, consultation on the cases of missing kids, planning of police housing and Gujarat Industrial Security Force. pic.twitter.com/QulRLxTDhu
— Harsh Sanghavi (@sanghaviharsh) February 9, 2023
આ મિટિંગમાં શું ચર્ચા થઈ?
Held a marathon meeting of the Home department, today.
Discussed over a few important points covering the E-FIR review, consultation on the cases of missing kids, planning of police housing and Gujarat Industrial Security Force. pic.twitter.com/QulRLxTDhu
રાજ્યમાં ગુમ થયેલા બાળકો બાબતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં મિસિંગ ચાઈલ્ડને શોધવાની કામગીરીને વધુ અસરકારક બનાવવા ચર્ચા થઈ હતી. તે ઉપરાંત હર્ષ સંઘવીએ ક્રાઈમ ડિટેક્શન રેશિયો વધારવા માટે ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં રાજ્ય કાયદા વ્યવસ્થાની સ્થિત અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.