મહીસાગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, લુણાવાડા તાલુકાના માખલિયા ગામમાં બે બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત


  • Published By :
  • Published Date : 2023-07-10 18:19:43

રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર થઈ રહી છે, ધોધમાર વરસાદના કારણે નદી, સરોવરો અને તળાવો છલોછલ ભરાયા છે. જો કે ક્યારેક આ મેઘ મહેર આફતરૂપ પણ બને છે. જેમ કે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના માખલિયા ગામે  બે બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે. તળાવ ભરાતા તેનું પાણી જોવા ગયેલા બે બાળકો પાણીમાં ડૂબતા હાહાકાર મચી ગયો છે.


પરિવાર શોકમગ્ન બન્યો


મહીસાગરમાં સતત વરસાદને પગલે માખલિયા ગામનું તળાવ ઓવરફ્લો થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તળવા ઓવરફ્લો થતાં ગ્રામજનોના ટોળે ટોળા ઉમટ્યા હતા. ગામ લોકો પાણી જોવા માટે તળાવના કિનારે પહોંચ્યા હતા. જો કે આ લોકોની સાથે  પાણી જોવા ગયેલા બે બાળકો પાણીમાં ડૂબતા અરેરાટી વ્યાપી ગઈ હતી. માંખલિયા ગામના ધોરણ 6 અને ધોરણ 9 માં ભણતા બાળકો પાણી જોવા જતા ડૂબતા તેમના પરિવારજનો પર જાણે આસમાન તુટી પડ્યું હોય તેવા હ્રદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. 


મહીસાગર જિલ્લામાં ધમકેદાર એન્ટ્રી


રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ મહીસાગર જિલ્લામાં પણ વહેલી સવારથી જ મેઘરાજાની ધમકેદાર એન્ટ્રી જોવા મળી હતી. જિલ્લાના વીરપુર, લુણાવાડા સહિત ખાનપુર તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે. લુણાવાડાનાં કોઠંબા વિસ્તારમાં વરસાદના કારણે રોડ પર પાણી ફરી વળ્યા હતા. કોઠંબાના માખલિયગામે થી ભાથીજી મંદિર તરફના રોડ પર પાણી ફરી વળ્યા હતા. સ્થાનિક ગ્રામ જનો ઘૂંટણ સમા પાણીમાં જોખમી મુસાફરી કરતા દશ્યો સામે આવ્યા હતા. મહીસાગર જિલ્લમાંમા છેલ્લાં પાંચ કલાકથી અનારાધાર વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા પાંચ કલાકથી પડી રહેલા વરસાદને કારણે ખેતરો બેટમા ફેરવાયા છે. જીલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં પાંચ કલાકમાં 4ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.