આ ડોક્ટર પાસેથી ઈન્જેક્શન લેતી વખતે બાળકો નથી રડતા, જુઓ વાયરલ થયેલા ડોક્ટરનો વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-05 15:54:58

ઘણા સમયથી સોશિયલ મીડિયા પર એક ડોક્ટરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બાળકો તો ડોક્ટરને જોઈ પોતાનું દર્દ ભૂલી જાય છે પરંતુ એ જે રીતે બાળકોને ટેકલ કરે છે તે જોઈ માતા પિતા પણ ખુશ થઈ જાય છે. એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ડોક્ટર ગીત ગાઈને બાળકનું ધ્યાન ભટકાવે છે અને ધીમે રહીને તેને ઈન્જેક્શન આપી દે છે. બાળક રડતો પણ નથી અને ડોક્ટર ઈન્જેક્શન આપી દે છે અને બાળકને ખબર પણ નથી. જે ડોક્ટરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે અમદાવાદના ડોક્ટર ઈમરાન પટેલ છે. 

ધ્યાન ભટકાવવા ડોક્ટર ગાય છે ગીત!

ડોક્ટરનું નામ સાંભળતા જ આપણને ડર લાગવા લાગે છે. આપણે વિચારતા હોઈએ કે ડોક્ટર ક્યાંય ઈન્જેક્શન તો આપી દેશે તો? અને એમાં પણ જો બાળકને ડોક્ટર પાસે લઈ જવાના હોય તો તો માતા પિતાની ચિંતા વધી જતી હોય છે. એવા અનેક દ્રશ્યો આપણી સામે આવતા હોય છે જેમાં બાળકોને ઈન્જેક્શન આપતી વખતે માતા વધારે ડરતી દેખાતી હોય છે. ઈન્જેક્શન આપતી વખતે બાળકના ધ્યાનને ભટકાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક ડોક્ટરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ડોક્ટર ગીત ગાઈ બાળકના ધ્યાનને ભટકાવે છે. ડોક્ટર ગીત ગાતા જાય છે અને ઈન્જેક્શન આપતા જાય છે.  


નાના બાળકોને પણ નથી લાગતો ઈન્જેક્શનથી ડર

સોશિયલ મીડિયા પર ડોક્ટરનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકોને ડોક્ટરના કામ કરવાની રીત એટલી ગમી રહી છે કે ડોક્ટરની પ્રસંશા કરી રહ્યા છે. એવાં ડોક્ટર જે દર્દની સામે આપે છે સ્માઈલ, એવાં ડોક્ટર જેને મસ્તી કરતાં-કરતાં બાળકોને આપે છે પર્ફેક્ટ સારવાર. ડોક્ટર એવી સારવાર કરે છે કે બાળકો પણ ઈન્જેક્શન લેતા ડરતા નથી.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?