તમિલનાડુમાં અનોખી જાહેરાત
આવતીકાલ આટલે 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. અને તેને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમોનો આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે તમિલનાડુ ભાજપ યુનિટએ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના જન્મદિવસ પર જન્મનારા નવજાત બાળકોને સોનાની વીંટી આપવાનો નિર્ણય કર્યો છે.
સરકારી હોસ્પિટલમાં જન્મનાર બાળકને આપશે વીંટી
એલ. મુરુગ જે તમિલનાડુના મત્સ્ય પાલન અને સૂચના પ્રસારણ રાજ્યમંત્રીએ કહ્યું , અમે ન્નઈ સ્થિત સરકારી RSRM હોસ્પિટલને પસંદ કરી છે, જ્યાં પીએમ મોદીના જન્મદિવસે જન્મનારા તમામ બાળકોને સોનાની વિંટી આપવામાં આવશે.
કેટલી કિંમતની હશે વીંટી ?
વીંટીની કિંમત વિશે મંત્રી મુરુગને કહ્યું કે , દરેક વીંટી 2 ગ્રામ સોનાની હશે. જેની કિંમત 5000 રૂપીયાની આસપાસ હોય શકે છે. તેમણે કહ્યું આ મફતમાં આપતી રેવડી નથી . પરંતુ તેના દ્વારા પ્રધાનમંત્રીના જન્મદિવસ પર જન્મનારા બાળકોનું સ્વાગત કરવા ઈચ્છે છે.ભાજપના લોકલ યુનિટનું અનુમાન છે કે આ હોસ્પિટલમાં 17 સપ્ટેમ્બરે 10-15 બાળકોનો જન્મ થઈ શકે છે.