જૂનાગઢમાં બાળક કારમાં છુપાયું, કારનો દરવાજો લોક થતા ગુંગળાઈને મોતને ભેટ્યું, પરિવાર શોકમગ્ન


  • Published By :
  • Published Date : 2023-09-26 20:49:18

બાળકો ઘણી વખત તોફાન મસ્તી કરતા-કરતા મોતને ભેટતા હોય છે, આવી જ એક ઘટના જુનાગઢમાં બની હતી, માતાએ નહાવાનું કહેતા પાંચ  વર્ષનો આદિત્ય કારમાં છુપાઈ ગયો હતો. જો કે તે કારનો દરવાજો લોક થઈ જતા બાળકનું કારમાં જ ગુંગળાઈને મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બાળકના પિતા બજારમાં ગયા હતા અને તેની માતા તથા પરિવારજનોએ આદિત્યને શોધવા માટે આજુબાજુમાં શોધખોળ હાથ ધરી હતી. હતી. જો કે બાદમાં નજીકના સીસીટીવી ચેક કરતાં આદિત્ય કાર પાસે આવ્યો હોવાનું નજરે પડ્યું હતું. જેથી પરિવારે સ્થાનિકો સાથે કારનો દરવાજો ખોલતાં આદિત્ય બેભાન હાલતમાં મળી આવ્યો હતો. પરિવારજનો પહેલાં જૂનાગઢ સિવિલ અને બાદમાં રાજકોટ સિવિલ બાળકને લઇ ગયા હતા. જોકે, બાળકનું કારમાં જ ગૂંગળાઇ જવાથી મોત થયું હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. હાલ આ બાળકના મૃત્યુથી પરિવાર પર આભ ફાટ્યું છે અને રવિન્દ્ર ભારતી તેની પત્ની અને તેના બાળક સાથે પોતાના વતન ઉત્તર પ્રદેશ ચાલ્યા ગયા છે.


શું છે સમગ્ર ઘટના?


આ હ્રદયદ્રાવક ઘટના અંગે મળતી જાણકારી મુજબ જૂનાગઢ જીઆઇડીસી-2માં પ્લોટ નંબર 906ના પ્લાસ્ટિકના કારખાનામાં મૂળ ઉત્તર પ્રદેશના કંચનપુરનો રવિન્દ્ર ભારતી દસ વર્ષથી નોકરી કરતો હતો. ત્યારે થોડા સમય પહેલાં જ રવિન્દ્ર ભારતી પોતાની પત્ની અને બે બાળકોને વતન ઉત્તર પ્રદેશથી જૂનાગઢ લાવ્યો હતો. ત્યારે શુક્રવારે રવિન્દ્ર ભારતીની પત્નીએ તેના પાંચ વર્ષના બાળક આદિત્યને નાહવા જવાનું કહ્યું હતું. પરંતુ બાળકને નાહવાનું ગમતું ન હોવાને કારણે તે કારખાનામાં પડેલી એક કારમાં જઇને સંતાઇ ગયો હતો. કારમાં અંદર જતાંની સાથે દરવાજો અંદરથી બંધ થઇ ગયો હતો. માતાએ નાહવાનું કહ્યું ત્યારે બાળકે ન નાહવાની જીદ કરી હતી અને બાળક કારખાનામાં રહેતા પોતાના મકાનેથી રોડની બીજી બાજુએ જતો રહ્યો હતો. નાના બાળકને નવડાવ્યા બાદ માતા તેના બીજા પુત્ર આદિત્યને શોધવા માટે ગઈ હતી, પરંતુ આદિત્ય ન મળતા તેમને તેમના પતિને કહ્યું હતું અને ત્યારબાદ આસપાસના લોકોને જાણ કરી સીસીટીવી ફૂટેજમાં તપાસતા તે બાળક કારમાં હોવાનું જાણવા મળ્યું હતું.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?