રાજકોટમાં સંતાકૂકડી રમતા બાળકે જીવ ગુમાવ્યો, ઘઉંની કોઠીમાંથી મળ્યો મૃતદેહ


  • Published By :
  • Published Date : 2023-04-10 17:29:32

માતા-પિતા માટે ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. રાજકોટમાં સંતાકૂકડી રમતા બાળકે જીવ ગુમાવ્યો છે. રમત-રમતમાં બાળક અનાજ ભરેલી કોઠીમાં સંતાયો હતો અને તે દરમિયાન કોઠીનું ઢાંકણું બંધ થતાં ગૂંગળામણને લઈને બાળકે જીવ ગુમાવ્યો હતો.


પરિવારે એકનો એક પુત્ર ગુમાવ્યો


આ ઘટનાની વિગત એવી છે કે રાજકોટમાં મજુરી કરીને પેટીયું રળતું દંપતી તેમના એકના એક પુત્રને ઘરે મુકીને કામ પર ગયું હતું. જ્યારે તે સાંજે ઘરે પરત ફર્યું ત્યારે તેમને ઘરમાં છોકરો જોવા મળ્યો નહોતો. આસપાસમાં શોધખોળ કરી પણ તે ન મળતા અંતે પોલીસને જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જો કે છોકરાની માતાએ કોઈ કામ માટે ઘરમાં આવેલી ઘઉંની કોઠીનું ઢાંકણું ખોલતા જ તેમના વ્હાલસોયા પુત્રનો મૃતદેહ તેમાંથી મળી આવ્યો હતો. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...