ચીખલી તાલુકાના મજીગામ ખાતે આવેલી શ્રીમતી નયનાબેન મકનભાઈ પટેલ હાઈસ્કુલમાં અપમાનજનક કૃત્ય બદલ વિદ્યાર્થીને દુષ પ્રેરણાથી ઘરે ફાંસો લીધા હોવાના આક્ષેપ પરિવારે કરી શાળા તથા આચાર્યના ઘરે હોબાળો મચાવ્યો હતો.
ચીખલી તાલુકાના મજીગામ ખાતે આવેલી શ્રીમતી નયનાબેન મકનભાઈ પટેલ હાઈસ્કુલમાં શાળામાં ધોરણ 12 ની વિદ્યાર્થીની દ્રષ્ટિ પટેલે એકમ કસોટી ની બુક ઘરે ભૂલી જતા શાળાના આચાર્યાએ તેને શાળામાં માર માર્યો હોવાના આક્ષેપો થયા હતા. જેને પગલે સંભવિત રીતે દ્રષ્ટિને માઠું લાગી આવતા તેણે ઘરના પાછળના ભાગે એકાતમાં ગળે ફાંસો લઈ જીવંત ટૂંકવતા મૃતક વિદ્યાર્થીનીના પરિવારજનોએ શાળાએ પહોંચી હોબાળો મચાવતા માહોલ ગરમ થયો.મૃતક યુવતીના પિતા પરિમલ કાંતિભાઈ પટેલ કે જે મલવાડામાં મજૂરી કરીને જીવન ગુજારે છે તેમણે ચીખલી પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી છે.
મૃતક વિધાર્થીની દ્રષ્ટિ પટેલની ફાઇલ તસવીર
તેમની 17 વર્ષીય દીકરી દ્રષ્ટિ શ્રીમતી નયનાબેન મકનભાઈ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતી હતી. ગત 28 મી એ શાળામાં યુનિટ ટેસ્ટ લેવામાં આવી હતી જેનું તેણે હોમવર્ક કર્યું ન હતું બીજા દિવસે વિદ્યાર્થીઓની બુક શાળામાં જમા કરાવવાની હતી જે બાબતે દ્રષ્ટિની મમ્મી હર્ષાબેનને સ્કૂલમાં આચાર્યા સમતા પટેલ બોલાવીને ખોટું કેમ બોલે છે તેવું કહેવા સાથે મારમાર્યો હતો જેથી દ્રષ્ટિને માઠું લાગી આવ્યું હતું જેથી તેણે મલવાડા માતા ફળિયામાં પોતાના ઘરની પાછળ આવેલા પેજારીમાં લાકડાના દંડા ઉપર દુપટ્ટો વડે ફાંસો લઈ જીવન ટૂંકાવતા શાળાએ જઈને વાલીઓએ હોબાળો મચાવતા માહોલ ગરમ થયો છે.
વિદ્યાર્થીને ને આચાર્ય મારે તે સાહજીક લાગે પરંતુ શાળામાં કોઈપણ જાતનો હોદ્દો ન ધરાવતા સમતા પટેલના પતિ અક્ષય પટેલે પણ વિદ્યાર્થી દર્ષ્ટિને સોટી થી ફટકારતા વિદ્યાર્થીને અપમાનજનક લાગતા તેણીએ આપઘાત કર્યાના આક્ષેપો પણ વાલીઓ દ્વારા કરવામાં આવ્યા છે.ચીખલી પોલીસે યુવતીએ આપઘાત કર્યાની નોંધ FIR માં કરવામાં આવી છે જોકે હોબાળો થતા હવે ટોળું ચીખલી પોલીસ સ્ટેશનને પહોંચીને બંને આરોપી પતિ પત્ની વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવાય તે માટેની ઉગ્ર માંગ કરી છે.