મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ગાડીમાં બેસવા ના દીધા ! વિપક્ષનું સોશિયલ મીડિયામાં હલ્લાબોલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-25 16:12:08

આ કોઈ નેતાનું નહીં મુખ્યમંત્રી પદની ગરિમાનું અપમાન છે 


પીએમ જયારે પણ પબ્લિક વચ્ચે જાય છે ત્યારે સતત કેમેરાથી ઘેરાયેલા રહે છે પરંતુ ક્યારેક ક્યારેક કેટલાક ન દર્શાવવા જેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થઈને લોકો સમક્ષ પહોંચી જાય છે. અત્યારે એવો જ એક વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદીની કારમાં બેસવા જાય છે પણ બેસવા દેવાતા નથી અને કાર ઉભી રખાતી નથી. મોદીનો કમાન્ડો પ્રયાસ કરે છે પણ ભૂપેન્દ્ર પટેલ બેસી શકતા નથી અથવા બેસવા દેવામાં આવતા નથી ભાજપ માટે આવા વર્તનની કોઈ નવાઈ નથી પરંતુ ભુપેન્દ્ર પટેલ માત્ર ભાજપના નેતા નથી ગુજરાતના મુખ્યમંત્રી છે. એટલે વડાપ્રધાન જ્યારે તેમને કારમાં નથી બેસવા દેતા ત્યારે ભૂપેન્દ્ર પટેલનું નહીં પણ ગુજરાતના મુખ્યમંત્રીનું અપમાન કરી રહ્યાં છે. મુખ્યમંત્રી પદની ગરીમા કેમ જાળવવી એટલી સજાગતા માનનીય નરેન્દ્ર મોદીમાં હોય તેવી ગુજરાતની પ્રજાની અપેક્ષા છે.જોકે કોંગ્રેસ અને aap દ્વારા આ વિડિઓને સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે.  

 ગુજરાત અને તેની વિનમ્રતા દેશભરમાં વખણાય છે

જો ગુજરાતમાં જ આવા દ્રશ્યો જોવા મળતા હોય તો ગુજરાત માટે આ વિડિઓ અત્યંત શર્મનાક છે આ વિડિઓ જોઈને કોઈ પણ લાગી આવે કે આવું તો ના હોય ! ભુપેન્દ્ર ભાઈ હશે તમારા પક્ષના પણ પહેલા એ અમારા મુખ્યમંત્રી છે ગુજરાતને આવું વર્તન ક્યારેય સહન નહિ થાય.ગુજરાતની સંસ્કૃતિ પર લાંછન લગાવે છે આવા દર્શ્યો.આ વિડિઓને જોઈને ભાજપ મહોડી મંડળના લોકો ભલે કહેતા હોય કે કમાન્ડોની ભૂલ હશે પણ આ ભૂલ નથી સરાજાહેર મુખ્યમંત્રીનું અપમાન છે ગુજરાતને આશા છે કે હવેથી તમારા આદેશો મુખ્યમંત્રીની ગરિમા સાચવી શકશે ...


ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?