શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી અનેક શાળાઓની મુલાકાત, વિદ્યાર્થીઓ સાથે કરી વાત


  • Published By :
  • Published Date : 2024-06-28 18:31:36

બાળક ભણશે તો બાળકનું ભવિષ્ય ઉજજવળ બનશે.. બાળકોને ભણાવવા માટે માતા પિતા ઘણી મહેનત કરતા હોય છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી જેવી યોજનાઓ સરકાર દ્વારા લાવવામાં આવી.. પ્રવેશોત્સવમાં હાજરી આપવા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે ગુજરાતના મુખ્યમંત્રી અનેક સરકારી શાળાની મુલાકાત લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યા છે. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાની સરોડી પ્રાથમિક શાળા પહોંચ્યા હતા અને બાળકોનો શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. 

શાળામાં ચાલી રહ્યો છે પ્રવેશોત્સવ કાર્યક્રમ 

નાના બાળકોમાં દેશનું ભાવિ રહેલું છે. બાળકોનું ભવિષ્ય જેટલું વિકસીત હશે, જેટલું વિશાળ હશે  તેટલું જ ભવિષ્ય દેશનું પણ ઉજ્જવળ હશે.. ભણતર બાળકના ઘડતર માટે જરૂરી છે. શાળામાં આપવામાં આવતું શિક્ષણ બાળકને કામમાં લાગે છે. શાળામાં આવી બાળકો શિક્ષણ મેળવે તે માટે સરકાર દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અનેક અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. હાલ શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. વિદ્યાર્થીઓને શાળામાં આવકારવામાં આવી રહ્યા છે. અલગ અલગ શાળાની મંત્રીઓ મુલાકાત લઈ રહ્યા છે.

અનેક શાળાઓની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત 

ગુજરાતના મુખ્યમંત્રી પણ અલગ અલગ વિસ્તારમાં આવેલી શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે. પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ ડાંગ જિલ્લાના બીબીઆંબા ગામમાં આવેલી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. બાળકો સાથે વાત કરી હતી. તે ઉપરાંત તેમણે છોટા ઉદેપુરરની પી.એમ.શ્રી તાલુકા શાળા નંબર-1ની મુલાકાત લીધી હતી. આંગણવાડી, બાલવાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ શાળા પ્રવેશ કરાવ્યો હતો. ત્રીજા દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઠ તાલુકાની સરોડી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. 



અનેક શાળાઓ એવી છે જે ઝર્ઝરિત હાલતમાં છે

મહત્વનું છે કે અનેક શાળાઓ એવી છે જ્યાં શિક્ષકોની ઘટ છે. ભણવા માટે વિદ્યાર્થીઓ પાસે ઓરડા નથી..ઝર્ઝરિત શાળામાં વિદ્યાર્થીઓ ભણવા માટે મજબૂર બન્યા છે. અનેક શાળાઓ એવી છે જ્યાં સારી સુવિધાઓ છે, ટેક્નોલોજીથી સજ્જ છે પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં આવેલી શાળા ઝર્ઝરિત હાલતમાં છે.. ભયના છાયા નીચે બાળકોના ભણે અને દરેક શાળામાં સારી વ્યવસ્થા હોય તેવી આશા..   

પ્રવેશોત્સવમાં હાજરી આપવા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે ગુજરાતના મુખ્યમંત્રી અનેક સરકારી શાળાની મુલાકાત લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યા છે. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાની સરોડી પ્રાથમિક શાળા પહોંચ્યા હતા અને બાળકોનો શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.


21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે