અધિકારીઓ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બગડ્યા? જાહેર મંચ પરથી કહી આ વાત જેને સાંભળી તમે પણ કહેશો કે.. સાંભળો શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-14 17:37:13

ગુજરાતના મૃદુ અને મક્કમ cmનું સ્વરૂપ બદલાતું દેખાય છે  રાજકોટ ગેમઝોન દુર્ઘટનામાં અધિકારીઓની મીલીભગત બહાર આવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મિજાજ હવે સાતમા આસમાને પહોંચ્યો છે. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી હવે કાર્યવાહીને લઈ કડક બની રહ્યા છે.  દાદા ફરી અધિકારીઓ પર ભડક્યા છે. આણંદના સારસામાં યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે અમે હવે કલેક્ટર ઓફિસે જઇશું…બધી જ કિટલીઓ હવે શાંત થઇ જવાની છે. અને ચા કરતાં વધારે કીટલી ગરમ નહીં જ ચાલે....   

રાજકોટ દુર્ઘટનાને લઈ મુખ્યમંત્રીએ આપી હતી પ્રતિક્રિયા

મુખ્યમંત્રી કઇ કિટલીઓ વિશે વાત કરી રહ્યા હતા તેની જનતાને ખબર છે. ગુજરાતીમાં કહેવત છે કે ચા કરતાં કિટલી ગરમ…અધિકારીઓની શરણમાં કેટલાક તત્વો કિટલી બનીને ફરતાં હોય છે તે વાત પણ જગજાહેર છે. હવે સરકાર આવી કિટલીઓને પણ શોધી શોધી ઠેકાણે પાડશે તેનો અંદાજ મુખ્યમંત્રીની આ વાત પરથી આવી શકે છે. મહત્વનું છે કે રાજકોટ અગ્નિકાંડને લઈ પણ મુખ્યમંત્રી દ્વારા આકરૂં વલણ અપનાવવામાં આવ્યું છે. ગઈકાલે જ મુખ્યમંત્રી રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ વિશે બોલ્યા હતા તેમણે કહ્યું હતું કે માણસનો જીવ મહત્વનો છે ત્યારે “જીવ બચાવવા કોઇ જ પ્રકારનું કોઇપણ પક્ષે સમાધાન ન થવું જોઇએ”અને સાથે જ કહ્યું કે વિચારવું જોઈએ કે ક્યાં ભૂલ થાય છે. 


એવી કાર્યવાહી થવી જોઈએ જેને લઈ દાખલો બેસે કે... 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જે નિવેદન આપ્યું કે અમે હવે કલેક્ટર ઓફિસે જઇશું અને આજથી જ એની શરૂઆત પણ કરી દીધી આજે તે  અચાનક ખેડા પ્રાંત ઓફિસની મુલાકાતે પહોંચ્યા... મહત્વનું છે કે મુખ્યમંત્રી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેમાં તે દુ:ખ વ્યક્ત કરતા હોય તેવું લાગ્યું.. માણસ તરીકે તે દુ:ખ વ્યક્ત કરે તે માણસાઈની નિશાની છે પરંતુ જ્યારે સત્તા પર બેઠેલા વ્યક્તિ આવી દુર્ઘટનાને લઈ બોલે ત્યારે સવાલ થાય.. અહીંયા કાર્યવાહી એવી થવી જોઈએ કે દાખલો બેસે કે ખોટું કરવાની કોઈની હિંમત ના ચાલે. એ ગમે તે કેમ ના હોય તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવાની સત્તા તમારી પાસે છે.. હવે સરકાર સતત આ રીતે કામ કરે એ આશા..  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?