રેવડી કલ્ચર પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:44:49



ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજનેતામાં ફીટ થયેલું 'ઈલેક્શન મોડ'નું બટન દબાઈ ગયું છે. આજે નડિયાદ જિલ્લાના કપંડવંજના વિસ્તારમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવિંદ કેજરીવાલના રેડવી કલ્ચર પર પ્રહારો કરી રેવડી કલ્ચરના નુકસાન વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. 


ભૂપેન્દ્ર પટેલે કેજરીવાલના રેવડી કલ્ચર પર કર્યો પ્રહાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન દરમિયાન અરવિંદ કેજરીવાલ પર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, "ગુજરાત નંબર વન છે તેનું કારણ છે ગુજરાત જાણે છે રેવડી કલ્ચરથી કશું નથી થવાનું. આપણે જે પ્રકારે વિકાસ કરતા આવ્યા છીએ તેનું કારણ છે નરેન્દ્રભાઈ જાણતા હતા કે વિકાસ કરવા માટે નાણાકીય માળખું વ્યવસ્થિત કરવું પડે. પહેલાના સમયમાં બરોડાથી વાપી સુધીના ઉદ્યોગો સ્થપાતા હતા કારણે કે ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ પાણી અને લાઈટની વ્યવસ્થા નહોતી. નરેન્દ્ર ભાઈએ ગુજરાતમાં ખૂબ સારું વ્યવસ્થાપન કર્યું છે."


ચૂંટણી પહેલા ભાજપે ભૂપેન્દ્ર પટેલને આગળ ધકેલ્યા?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામાન્ય રીતે મૃદુભાષી નેતા છે. તેઓ આમ તો વાદ-વિવાદમાં આવ્યા નથી. ચૂંટણી અગાઉ ભાજપ ભૂપેન્દ્ર પટેલના ચહેરાનો યશ ખાટવા માગે છે. ભૂપેન્દ્ર પટેલની સારી છબીનો લાભ તો લેવાઈ રહ્યો છે પરંતુ આવા નિવેદનોથી લાગી રહ્યું છે કે હવે ભાજપ ભૂપેન્દ્ર પટેલને વિવાદિત નિવેદનો આપવા માટે આગળ લાવી રહ્યું છે. 


કેમ કોંગ્રેસને પડતી મૂકીને ભાજપ આપ પર આક્રામક થઈ રહી છે?

ગુજરાતની 25 વર્ષની રાજનીતિ જોઈએ તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જ યુદ્ધ જોવા મળ્યું છે. ગુજરાતમાં 30 વર્ષની અંદર અનેક નાની પાર્ટી મોટો અને ત્રીજો પક્ષ બન્યો પરંતુ ફેલ રહ્યો છે. આ વખતની વાત અલગ છે. આમ આદમી પાર્ટીના કામના કારણે આ વિધાનસભા ચૂંટણી અલગ નજરે પડે છે. આમ આદમી પાર્ટીની ચોક્કસ મુદ્દાઓ પર અને ભાજપ જે વિભાગમાં કામ કરવામાં કાચી પડે છે તે જ મુદ્દાઓ પર આપ ભાજપને ગેરંટીના આધારે ઘેરી રહી છે. ચૂંટણી અગાઉ પોલીસ, તલાટી, બસ કન્ડક્ટરો વગેરે એવા લોકો છે જે ભાજપથી નારાજ છે અને આપે તેમના પર જ આપે નિશાન બનાવ્યું હતું. લોકો આપની ગેરંટીના જોરે કોંગ્રેસનો વિકલ્પ છોડી રહ્યા છે તેવું લાગી રહ્યું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?