સમગ્ર દેશમાં વિજયા દશમીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ભગવાન રામે રાવણનો વધ આ દિવસે કર્યો હતો. અસત્ય પર સત્યનો વિજય થવાથી આ દિવસને વિજયા દશમી તરીકે ઓળખવામાં આવે છે. વિજયાદશમીના દિવસે શસ્ત્રપૂજનનું વિશેષ મહત્વ રહેલું હોય છે. આ દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીએ અને સુરત ખાતે હર્ષ સંઘવીએ શસ્ત્ર પૂજા કરી હતી.
ગાંધીનગર ખાતે સીએમએ કરી શસ્ત્રપૂજા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દશેરા પર્વની શુભેચ્છા પાઠવી હતી. શુભકામના પાઠવતા તેમણે કહ્યું કે અધર્મ પર ધર્મના, અસત્ય પર સત્યના, અન્યાય પર ન્યાયના અને દુર્ગુણો પર સદગુણોના વિજય પર્વ વિજયાદશમીની આપ સૌને હાર્દિક શુભકામના. મુખ્યમંત્રીએ તેમના નિવાસ સ્થાને શસ્ત્રપૂજા કરી હતી.
રાજ્યના ગૃહમંત્રી પણ થયા શસ્ત્રપૂજામાં સામેલ
હર્ષ સંઘવીએ સુરત ખાતે આયોજીત શસ્ત્રપૂજામાં ભાગ લીધો હતો. પરંપરા મુજબ પોલીસ હેડ ક્વાર્ટરમાં આ પૂજા રાખવામાં આવી હતી. આ પૂજામાં રાજ્યના ગૃહમંત્રી સામેલ થયા હતા.