રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. જે બાદ ભાજપ ઉમેદવારોના નામ માટે મનોમંથન કરી રહી છે. જોરશોરથી દરેક પાર્ટી પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટીએ 11 વાર લિસ્ટ જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસે અનેક ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ બધા વચ્ચે ભાજપ ઉમેદવારોના નામ જાહેર કરે તે પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આવતી કાલે દિલ્હી જવાના છે. જે બાદ ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે.
સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ જશે દિલ્હી
આ વખતે ભાજપ મનોમંથન કર્યા બાદ ઉમેદવારોના નામની જાહેરાત કરવાની છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારાના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે ટૂંક સમયમાં જ ભાજપ દ્વારા પણ ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે કારણ કે મુખ્યમંત્રી અને સી.આર પાટીલ દિલ્હીની મુલાકાતે જઈ રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું નામને ફાઈનલ કરવા જ તેઓ દિલ્હી જઈ રહ્યા છે. અંદાજિત તેઓ બે દિવસ માટે જઈ રહ્યા છે જે બાદ ભાજપ પોતાના ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરશે.
હાઈ કમાન્ડ લગાડશે ઉમેદવારોના નામ પર મોહર
ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન ભાજપ સૌથી આગળ હોય છે. ત્યારે આ વખતે ભાજપ ઉમેદવારોના નામને લઈ આટલું મનોમંથન કેમ કરી રહ્યું છે તે એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ચૂંટણીમાં ભાજપ કદાચ નવા ઉમેદવારોને મોકો આપી શકે છે. આટલા સમયના મનોમંથન બાદ ભાજપ કોને ટિકિટ આપે છે તેની પર પણ સૌની નજર રહેવાની છે કારણ કે હાઈ કમાન્ડ ઉમેદવારોના નામ પર મોહર લગાડવાના છે.