સર્વોચ્ચ અદાલતે 26 સપ્તાહની સગર્ભાની એબોર્શનની માંગ કરતી અરજી ફગાવી, સુપ્રીમે આપ્યું આ કારણ


  • Published By :
  • Published Date : 2023-10-16 22:32:53

દેશની સર્વોચ્ચ અદાલતે એક મહિલાના 26 સપ્તાહના ગર્ભને પાડવાની માગ કરતી અરજીને ફગાવી દીધી હતી. ગર્ભવતી મહિલાએ અબૉર્શન માટે એક અરજી દાખલ કરી હતી, જેના પર લાંબી સુનાવણી પછી સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. આ પહેલા કોર્ટે કહ્યું હતું કે- અમે એક જીવનને ખતમ કરવાની મંજૂરી ન આપી શકીએ. કોર્ટે સુનાવણી દરમિયાન એમ પણ કહ્યું કે- બાળકની સ્થિતિ એકદમ યોગ્ય છે અને તેનો જન્મ થવો જ જોઈએ. જો મહિલા બાળકને નથી રાખવા માગતી તો તે સરકારને સોંપી શકે છે અને તે બાળકનું ધ્યાન રાખશે. 


શા માટે ફગાવી માગ?


સુપ્રીમ કોર્ટેની બેન્ચે ગર્ભવતી મહિલાની માગ ફગાવતા કહ્યું હતું કે ભ્રૂણ 26 સપ્તાહ 5 દિવસનું છે. માતા અને બાળકને કોઈ જ ખતરો નથી. ભ્રૂણનો ગ્રોથ એકદમ સામાન્ય છે. તેથી તેણ જન્મ લેવા દેવો જોઈએ.આ પહેલા કોર્ટે AIIMSના રિપોર્ટ પર વિચાર કર્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે મહિલાની તબિયત સામાન્ય છે. તેઓ બાળકના જન્મ બાદ તેની સારસંભાળ રાખવાની સ્થિતિમાં છે. હોસ્પિટલે કહ્યું કે મહિલા અને તેના શરીરમાં ઉછરી રહેલા બાળકને યોગ્ય દેખભાળ રાખવામાં આવી રહી છે. બંનેમાં કોઈ ઉણપ નથી અને ભ્રૂણ યોગ્ય રીતે વિકસિત થઈ રહ્યું છે. AIIMSના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે- તેવું જાણવા મળ્યું છે કે મહિલા અને તેના ભ્રૂણની સ્થિતિ યોગ્ય છે. તેણે પ્રોપર મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યું છે. બંનેની સ્થિતિ યોગ્ય છે અને બાળકના જન્મ બાદ પણ કોઈ પરેશાન નહીં આવે. જો કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવશે તો મહિલા તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરી શકાય છે.


કાયદા મુજબ 24 સપ્તાહથી વધુના ગર્ભનું એબોર્શન ન કરી શકાય


સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિડ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ જેબી પારડીવાલા તેમજ જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે AIIMSના રિપોર્ટ બાદ કહ્યું કે- જો મહિલા બાળકને પોતાની પાસે નથી રાખવા માગતું તો પછી જન્મ પછી સરકારને સોંપી શકે છે. મહિલાનું કહેવું હતું તેની માનસિક સ્થિતિ યોગ્ય નથી અને તે અનેક બીમારીઓનો સામનો કરી રહી છે. એવામાં બાળકને જન્મ આપવાની સ્થિતિમાં નથી અને તેણે 26 સપ્તાહના ભ્રૂણના ગર્ભપાતની મંજૂરી મળવી જોઈએ. ભારતના કાયદા મુજબ 24 સપ્તાહથી વધુના ભ્રૂણને દૂર ન કરી શકાય, તે માટે કાયદાકીય રીતે મંજૂરી મળ્યા બાદ જ ડોકટર અને સંબંધિત લોકો કોઈ નિર્ણય લઈ શકે છે.આ મામલે 11 ઓક્ટોબરે બે સભ્યની બેંચમાં નિર્ણયને લઈને સહમતિ બની શકી ન હતી. જેનું કારણ એ હતું કે બંને જજની ભલામણ અલગ હતી. જસ્ટિસ હિમા કોહલીનું કહેવું હતું કે- ન્યાયની અંતરાત્મા એવું નથી કહેતી કે ભ્રૂણને દૂર કરવામાં આવે. અમને જીવનને ખતમ કરવાનો કોઈ જ અધિકાર નથી. તો જસ્ટિસ બીવી નાગરત્નાનું કહેવું હતું કે- મહિલાને પોતાના શરીર પર અધિકાર છે. ગર્ભને તેના શરીરથી અલગ કરીને ન જોઈ શકાય. મહિલાના શરીરમાં ઉછરી રહેલું ભ્રૂણ પણ તેમનું જ છે. આ રીતે બે જજની બેંચમાં જ્યારે નિર્ણય ન થયો તો મામલો ત્રણ સભ્યની બેંચ સમક્ષ મોકલવામાં આવ્યો હતો, સુપ્રીમ કોર્ટની આ બેન્ચે પણ એબોર્શન ના વિરૂધ્ધમાં ચુકાદો સંભળાવ્યો હતો. 



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.