વડોદરા: 9,340 કિલો ચણા ખાવા લાયક ન હોવાનો ખુલાસો, ચણાનો જથ્થો સરકારી લેબમાં ફેલ થતા વિતરણ અટકાવાયું


  • Published By :
  • Published Date : 2023-10-06 20:05:07

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા દરમિયાન શ્રધ્ધાળુંઓને આપવામાં આવતા પ્રસાદમાં ભેળસેળવાળું ઘી વપરાતું હોવાનો ખુલાસો થયા બાદ હાહાકાર મચી ગયો હતો. જો કે આ વિવાદ હજુ તાજો જ છે ત્યારે ફરી એકવાર સરકારે ફાળવેલા ચણામાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. વડોદરાના પાદરાના ગોડાઉનમાં સરકારે ફાળવેલા ચણાનો જથ્થો સરકારી લેબમાં ફેલ થયો છે. વડોદરા જિલ્લા પુરવઠા વિભાગને મળેલા 9,340 કિલો ચણા ખાવા લાયક ન હોવાનો ખુલાસો કર્યો છે. લેબોરેટરી ટેસ્ટિંગ વગર જ ચણાનો જથ્થો ફાળવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.


રિપોર્ટ ફેઈલ આવતા ચણાના જથ્થાનું વિતરણ વિતરણ અટકાવાયું


સરકારી અનાજના ચણાનો જથ્થો FSLમાં ફેઈલ થતા પાદરા ગોડાઉનમાં ફાળવેલ 9,340 કિ.ગ્રામ ચણાના જથ્થાનું વિતરણ અટકાવ્યું છે. પાદરાના સરકારી અનાજના ગોડાઉન દ્વારા ઉચ્ચ કક્ષાએ સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. સરકારી ચણાનો જથ્થાનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવતા ચણાનો જથ્થો ખરાબ હોવાનું બહાર આવ્યું હતું. જેના કારણે પાદરાના સરકારી ગોડાઉનમાં ફાળવેલ ચણાનો તમામ જથ્થો 9340 કિ. ગ્રામ. એફ.આર.એલમાં ફેઈલ થઈને ખરાબ નીકળતા તેનું વિતરણ અટકાવ્યું હતું. પાદરાના ગોડાઉન માં 9340 કી. ગ્રામ જ જથ્થો વર્ધનામ એગ્રો ફૂડસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો ત્યાં ઉપલબ્ધ ચનાના જથ્થાનું ક્રોસ વેરિફિકેશન કરાવવા માટે ગાંધીનગર ની ફૂડ રિસચ લેબોરેટરીમાં સેમ્પલ મોકલવામાં આવ્યા હતા જેનું ટેસ્ટિંગ કરાવ્યું હતું જેનો રિપોર્ટ ફેઈલ આવ્યો હતો સૂત્રો ના જણાવ્યા અનુસાર આ જથ્થો આઈ.સી.ડી.એસનો ફાળવવાનો હતો પરંતુ ફાળવેલ જથ્થો લેબમાં ફેઈલ થતા હાલમાં પાદરા સરકારી અનાજના ગોડાઉનમાં વિતરણ અટકાવ્યું છે. આ અંગેની ગાંધીનગર ખાતે ઉચ્ચ કક્ષાએ જાણ કરી છે અને હવે પછી આ તમામ જથ્થો સપ્લાય દ્વારા પરત લેવામાં આવશે અને નવો જથ્થો આવ્યા બાદ આ પ્રક્રિયા હાથ ધરી અને સેમ્પલ પાસ થાય બાદ વિતરણની કામગીરી હાથ ધરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?