ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણના વિવિધ રંગ જોવા મળી રહ્યા છે. ધારાસભ્ય બનવાનું સપનું જોતા નેતાઓનું પત્તુ કપાય એટલે તેમના સપના રોળાઈ જાય છે, આવા નારાજ નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) તથા BTTSના રાષ્ટ્રીય અધ્યક્ષથી નારાજ થઈ રાજીનામું આપી દીધું છે. દિલીપભાઈએ રાજીનામું આપતા હડકંપ મચી ગયો છે.
શા માટે BTPમાં વિખવાદ ફૂટ પડી?
ગુજરાતમાં આદિવાસી સમાજનાં મુદ્દાઓની લઈને ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં પણ વિખવાદ જોવા મળી રહ્યો છે. છોટુ ભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા પિતા-પુત્રના સંબંધોમાં તિરાડ પડી ગઈ હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. આ વિખવાદનું મુખ્ય કારણ બીટીપી અને જનતા દળ યુનિયન સાથેનું ગઠબંધન છે. BTPના રાષ્ટ્રીય સંયોજક છોટુભાઇ વસાવાઓ ગઠબંધનની જાહેરાત કરી ત્યારે મહેશભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા ન હતા. છોટુ વસાવાનો ગઢ અને BTPની સૌથી સુરક્ષીત સીટ પર મહેશભાઈ વસાવા જાતે લડી રહયા છે. જ્યારે મહેશ વસાવા ધારાસભ્ય છે તે ડેડીયાપાડા સીટ જિલ્લા પ્રમુખ બહાદૂર વસાવાને ટિકિટ આપી આ ઘટના બાદ છોટુભાઈ વસાવાના પરિવારમાં મહાભારત સર્જાયું છે.