છોટુ વસાવાએ Chaitar Vasavaનું સમર્થન કર્યું? Mahesh Vasava BJPમાં જોડાયા તે બાદ છોટુ વસાવાની આવી પ્રતિક્રિયા,પોતાના જ છોકરાને શું કામ ઉંદર કહ્યો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-12 09:12:06

થોડા સમય પહેલા છોટુ વસાવાએ એક નિવેદન આપ્યું હતું કે કશુંક ચાટી ખાવાનું હશે એટલે એ લોકો બીજા પક્ષમાં જતા હશે, એમણે એ પણ કહ્યું કે આદિવાસીનો પરસેવો નહીં ગમતો હોય એટલે બીજા પક્ષમાં જતા હશે. ત્યારે ગઈકાલે છોટુ વસાવાના દીકરા મહેશ વસાવા જ ભાજપમાં જોડાઈ ગયા હતા. હકિકત એ સામે આવીને ઉભી રહી કે છોટુ વસાવાના પરિવારમાં જે તે સમયના એમના રાજકીય વારસદાર મહેશ વસાવા જ ભાજપમાં જોડાયા છે. મહેશ વસાવા જ્યારે ભાજપમાં જોડાયા તે બાદ છોટુ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. છોટુ વસાવાએ કહ્યું ભાજપ કોઢ ઉંદર જેવી પાર્ટી બની ચૂકી છે. ચોરો અને લુટારૂઓને ભેગા કરી ભાજપ દેશ અને સંવિધાનને કોતરી રહી છે. 

ભાજપની વિચારધારા સામે લડતા આવ્યા છે છોટુ વસાવા!

છોટુ વસાવાએ આખુ જીવન એવો દાવો કર્યો કે એ સતત ભાજપ અને સંઘની વિચારધારા સામે લડતા આવ્યા છે, સતત કટ્ટર વાતો સાથે ઝઘડીયા અને ડેડીયાપાડામાં પોતાની સત્તા કાયમ રાખી, પણ વારો જ્યારે બીજા કોઈને એટલે કે ચૈતર વસાવાને મોકો આપવાનો આવ્યો તો એ ના કરી શક્યા, પરિણામ એવુ આવ્યું કે ઝઘડીયામાં ભારતીય જનતા પાર્ટી અને ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટી જીતી, આંધળા પુત્રપ્રેમમાં વેરવિખેર થયેલી સત્તાના ઉદાહરણોમાં નાનું પણ ભારતીય રાજનીતિનું મહત્વનું ચેપ્ટર ઉમેરાઈ ગયુ છે. આજે પણ જ્યારે ભરૂચના અનેક વિસ્તારોમાં જ્યારે જઈએ ત્યારે લાગે કે આપણે 50 વર્ષ પાછળ આવી ગયા હોય. સમયની રફતાર સાથે આપણે ચાલ્યા, છોટુ વસાવા ચાલ્યા તેમના વારસદાર ચાલ્યા પરંતુ ભરૂચને તે આગળ વધારી ના શક્યા! જે સ્થળની મુલાકાત લઈએ ત્યારે સમજાય છે કે એ લોકો સાથે તો માણસ જેવું વર્તન પણ નથી કરતા. 

મનસુખ વસાવાને જીતાડવા માટે ભાજપ મહેશ વસાવાને લાવી!

એક સમયે બીજેપીની વિચારધારા સામે લડનારા હવે બીજેપીમાં સામેલ થઈ રહ્યા છે. એ જોતા લાગે કે રાજનીતિમાં વિચારધારા સાથે કોઈ વધારે મતલબ હોતો નથી. મનસુખ વસાવાને ભાજપમાં લાવવા પાછળ પણ ભાજપ દ્વારા ગણિત લગાવવામાં આવ્યું હશે. મનસુખ વસાવા જીતી શકે તે માટે કદાચ મહેશ વસાવાને ભાજપમાં લાવવામાં આવ્યા છે તેવું લાગી રહ્યું છે. મહેશ વસાવા ભાજપમાં જોડાયા તે બાદ છોટુ વસાવાની પ્રતિક્રિયા સામે આવી હતી.


ભાજપ કોઢ ઉંદર જેવી પાર્ટી - છોટુ વસાવા

પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે ભાજપ કોઢ ઉંદર જેવી પાર્ટી બની ચૂકી છે. ચોરો અને લુટારૂઓને ભેગા કરી ભાજપ દેશ અને સંવિધાનને કોતરી રહી છે. ઝઘડિયા અને વાલિયા તાલુકામાંથી જે કોલસો મળવાનો છે તેની ચોરી માટે મારા પુત્ર સહિતના ઓગેવાનો ગાંધીનગર ખાતે ભાજપના ભરતીમેળામાં ગયા છે. ભરતીમેળો ખરેખર કાર્યક્રમ નથી પણ આપણી ધરતી અને આપણું ખનીજ લૂંટવા માટે મોટા મોટા કોઢ ઉંદરોને સહકાર આપીને થોડો ભાગ પડાવવાની સાજીશ છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?