સમગ્ર દેશમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાજ્યોમાં રાજ્ય સ્તરે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે છત્તીસગઢના મુખ્યમંત્રીએ બેરોજગારોને લઈને મહત્વની જાહેરાત કરી છે. ગણતંત્ર દિવસે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે બેરોજગાર યુવાનોને બેરોજગારી ભથ્થુ આપવાની જાહેરાત કરી છે.
બેરોજગારોને આપવામાં આવશે બેરોજગારી ભથ્થુ
દેશ અનેક સમસ્યાનો સામનો કરી રહ્યો છે. સૌથી મોટો પ્રશ્ન છે બેરોજગારીનો. અનેક લોકો બેરોજગાર થઈ રહ્યા છે. ત્ચારે છત્તીસગઢ સરકારે ગણતંત્ર દિવસે બેરોજગારી ભથ્થુ આપવાની જાહેરાત કરી છે. ગણતંત્ર પર્વ નિમિત્તે બસ્તર જિલ્લામાં આયોજીત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાષ્ટ્રધ્વજને સલામી પણ આપી હતી. કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ સીએમએ બેરોજગાર લોકો માટે એક ટ્વિટ કરી હતી જેમાં બેરોજગાર ભથ્થું આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
ટ્વિટ કરી મુખ્યમંત્રીએ આપી જાણકારી
છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે. સરકારમાં આવતા પહેલા જ કોંગ્રેસે શિક્ષિત યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાની વાત કરી હતી. ત્યારે ગણતંત્ર દિવસે છત્તીસગઢ સરકારે આ અંગે જાહેરાત કરી છે. ટ્વિટ કરતા સીએમએ જાણકારી આપી કે યુવાનોને આવતા નાણાકિય વર્ષથી દર મહિને બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. તે સિવાય પણ અનેક જાહેરાતો કરવામાં આવી હતી.