દિવાળી પછી હવે છઠ્ઠ મહાપર્વને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શુક્રવારથી છઠ્ઠ મહાપર્વનો શુભારંભ થઈ જશે, પણ ચાર દિવસ સુધી ચાલનારા આ પર્વને લઈ લોકો ચિંતિત છે, કેમ કે યમુના નદીનું પાણી ખુબ જ પ્રદુષિત થઈ ગયું છે. ગુરૂવારે યમુના નદી ઝેરીલા સફેદ ફિણથી ભરાઈ ગઈ છે. હવે આ ઝેરીલા ફિણના કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ છે.
28 ઓક્ટોબરથી છઠ્ઠ મહાપર્વનો પ્રારંભ
હવે જ્યારે આગામી 28 ઓક્ટોબરથી છઠ્ઠ મહાપૂજાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શ્રધ્ધાળુંઓ યમુનાના પ્રદુષિત પાણીમાં કઈ રીતે સ્નાન કરશે તે જોવાનું છે. દિલ્લીમાં યમુનાના તમામ ઘાટ પર પ્રદુષિત અને સફેદ ફિણવાળું ઝેરીલું પાણી જોવા મળે છે.
પ્રદુષિત રાષ્ટ્રિય રાજધાની દિલ્હી
દિવાળી બાદ દિલ્હી-એનસીઆરમાં પ્રદુષણની સ્થીતી ગંભીર બની છે. વાયુ પ્રદુષણનું સ્તર ખતરનાક બન્યું છે. આજે ગુરૂવારે શહેરનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 266 નોંધાયો હતો જે ખુબ જ ખરાબ કેટેગરી છે.