બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા એટલે બીસીસીઆઈના ચીફ સિલેક્ટર ચેતન શર્માએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ચેતન શર્માએ પોતાનું રાજીનામું બીસીસીઆઈના સેક્રેટરી જય શાહને સોંપ્યું હતું. થોડા દિવસો પહેલા ભારતીય ટીમ અને ખેલાડીઓને લઈ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. જે બાદ વિવાદ સર્જાયા હતા. વિવાદ વધતા ચેતન શર્માએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે જેનો સ્વીકાર પણ કરી લેવામાં આવ્યો છે.
થોડા દિવસો પહેલા આવ્યું હતું સ્ટિંગ ઓપરેશન
ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ થોડા સમય પહેલા એક ટીવી ચેનલમાં અનેક ચોકાવનારા ખુલાસા કર્યા હતા. વિરાટ કોહલી અને સૌરવ ગાંગૂલીના સંબંધો વિશે તેમજ ઈન્જેક્શન સહિતના અનેક ગંભીર મુદ્દાઓનો ખુલાસો કર્યો હતો. ચેતન શર્માએ કહ્યું કે ભારતીય ટીમના ખેલાડીઓ કમ્પલીટલી ફિટ રહેવા ઈન્જેક્શન લે છે. તે સિવાય અનેક ગંભીર વાતોને લઈ ખુલાસા કર્યા હતા.
પોતાના પદ ઉપરથી આપ્યું રાજીનામું
મુખ્ય પસંદગીકાર તરીકે ચેતન શર્માની પસંદગી 7 જાન્યુઆરી 2023ના રોજ થઈ હતી. આ તેમનો બીજો કાર્યકાળ હતો પરંતુ આ વખતનો કાર્યકાળ માત્ર 40 દિવસનો રહ્યો હતો. પહેલી ટમમાં પણ તેઓ વિવાદમાં આવ્યા હતા. ગઈ ટમમાં બીસીસીઆઈએ ટી-20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ આખી કમિટીને હટાવી દીધી છે. ત્યારે બીજા ટર્મમાં તેઓ વિવાદમાં આવ્યા છે. વિવાદ બાદ ચેતન શર્માએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે.