ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝનની ફાઈનલ મેચ આજે રિઝર્વ ડે પર ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અમદાવાદમાં રમાઈ રહી છે. ચેન્નાઈ સુપરકિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે IPL 2023ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. કેપ્ટન એમએસ ધોનીએ ફાઈનલમાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. બંને ટીમમાં કોઈ જ ફેરફાર નથી કરાયો. ગુજરાત ટાઇટન્સ તરફથી રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલ ઓપનિંગમાં આવ્યા છે.
ટીમ ગુજરાત ટાઇટન્સ
ઋદ્ધિમાન સાહા(વિકેટકીપર), શુભમન ગિલ, હાર્દિક પંડયા(કેપ્ટન), સાઈ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, મોહિત શર્મા, રાશિદ ખાન, નૂર અહમદ, મોહમ્મદ શમી
ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સ
ઋતુરાજ ગાયકવાડ, ડેવન કૉન્વે, અજિંક્ય રહાણે, મોઈન અલી, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની(કેપ્ટન/વિકેટકીપર) અંબાતી રાયડુ, મથીશા પથિરાના, તુષા દેશપાંડે, મહીશ તીક્ષ્ણા, દીપક ચાહર
રિઝર્વ-ડે પર ફાઈનલ મેચ
IPLના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે, જ્યારે ફાઈનલ રિઝર્વ ડે પર યોજાઈ રહી છે. IPL 16ની ફાઇનલ મેચ રવિવારે રમાવાની હતી. અત્રે ઉલ્લેખનિય છે કે રવિવારે સાંજે અમદાવાદમાં સતત વરસાદ પડતાં મેચનું આયોજન થઈ શક્યું ન હતું. IPLની ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા ફાઈનલ માટે પહેલાથી જ રિઝર્વ ડે રાખવામાં આવ્યો હતો. રાત્રે 11 વાગ્યા સુધીમાં જ્યારે મેચની તમામ શક્યતાઓ પર પાણી ફરી વળ્યું ત્યારે ફાઈનલને રિઝર્વ ડેમાં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.