સ્વીડનના સ્ટોકહોમમાં નોબેલ સમિતિએ બુધવારે રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત કરી હતી. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના કેરોલિન બર્ટોઝી, સ્ક્રિપ્સ રિસર્ચના કે. બેરી શાર્પલેસ અને ડેનમાર્કની યુનિવર્સિટી ઓફ કોપનહેગનના મોર્ટેન મિલ્ડોલને સંયુક્ત રીતે આ સન્માન આપવામાં આવ્યું છે. ત્રણેયને રસાયણશાસ્ત્રની મહત્વની શોધ - 'ક્લિક કેમિસ્ટ્રી' માટે આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ વૈજ્ઞાનિકોની શોધ કેટલી મહત્ત્વની છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આજે દવાઓના ઉત્પાદનમાં, દર્દીઓના નિદાનમાં અને નવા પદાર્થોના ઉત્પાદનમાં પણ 'ક્લિક કેમિસ્ટ્રી'નો મહત્ત્વનો ફાળો છે.
ત્રણેય વૈજ્ઞાનિકોની સંશોધન શું છે?
'ક્લિક કેમિસ્ટ્રી' એ નવા અણુઓ (મોલિક્યૂલ્સ) બનાવવા માટે અણુઓને એકસાથે જોડવાની પ્રક્રિયા છે. ધારો કે તમે નાના અણુઓને એકસાથે ભેળવી શકો અને પછી તેમને સતત મેળવીને મોટા, જટિલ અને વૈવિધ્યસભર અણુઓ (મોલિક્યૂલ્સ) બનાવી શકો. તેનાથી નવા પદાર્થ બનાવવાનું ખૂબ સરળ બની જાય છે. 'ક્લિક કેમિસ્ટ્રી' આ જ મોટો આધાર છે. જો કે, બે અલગ-અલગ અણુઓ વચ્ચેની પ્રતિક્રિયા હંમેશા ચોક્કસ હોતી નથી.
'ક્લિક કેમિસ્ટ્રી' નો કયાં ક્ષેત્રમાં ઉપયોગ થાય છે?
ક્લિક કેમિસ્ટ્રીનો ઉપયોગ ફાર્માસ્યૂટિકલ્સના વિકાસમાં, DNAની મેપિંગ અને વધુ ઉપયોગી વસ્તુઓ બનાવવા માટે કરવામાં આવે છે. બાયો ઓર્થોગોનલ પ્રતિક્રિયાઓનો ઉપયોગ કરીને શોધકર્તાઓએ કેન્સર ફાર્માસ્યૂટિકલ્સના ટારગેટિંગમાં સુધારો કર્યો છે.