કૃષિ મંત્રી રાઘવજી પટેલના દાવાથી વિપરીત રાજ્યમાં ખાતર માટે ખેડૂતોની બૂમરાળ, ઠેર ઠેર દેખાવો


  • Published By :
  • Published Date : 2023-07-25 21:35:53

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રાસાયણિક ખાતર ન મળવાથી ખેડૂતોમાં ભારે આક્રોશ છે. જેમ કે જામનગરમાં ખેડૂતોએ ખાતર ન મળતાં દેખાવો કર્યા. મોરબીમાં પણ ત્રણ દિવસ પહેલાં ખેડૂતોએ મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ઑફિસ સામે દેખાવો કર્યા હતા. ભરૂચના જંબુસરમાં પણ ખેડૂતોની પણ ફરિયાદ હતી કે યુરિયા નથી મળી રહ્યું. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ખાતર માટે ખેડૂતોની લાંબી કતાર લાગી હતી. આ મામલે જાણકારોનું કહેવું છે કે ખરીફ પાકની સિઝનમાં યુરિયા ખાતરની અછત ખેડૂતોને નુકસાન કરાવી શકે છે. ખેડૂતોનો દાવો છે કે આ મામલે કૃષિ અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હોવા છતાં પગલાં ભરાતાં નથી. ખેડૂતોનો આરોપ છે કે કેટલાક લોકો સંગ્રહખોરી કરે છે તેને કારણે યુરિયા ખેડૂતોને મળતું નથી.


ખેડૂતોના સરકાર પર ગંભીર આરોપ


ખેડૂતો અને ખેડૂત આગેવાનો સરકાર પર આરોપ છે કે સરકાર ખેડૂતોને જરૂર હોય ત્યારે ખાતર પૂરું પાડવામાં નિષ્ફળ રહી છે. તેમનો આરોપ હતો કે હાલની સિઝન ખેડૂતો માટે ખેતરોમાં કામ કરવાની છે. હાલ ભારે વરસાદ પડી રહ્યો છે તેને કારણે વાવણીની સિઝન છે, પરંતુ યુરિયા તેમને મળતું નથી. ખેડૂતોનો આરોપ છે કે ખાતર ખાનગી કેમિકલ કંપનીમાં જાય છે કારણકે આ યુરિયા સબસિડી રેટમાં તેમને સસ્તું પડે છે. ખેડૂતો સરકાર પર બીજો એવો પણ આરોપ છે કે યુરિયાની સાથે નેનો યુરિયા લેવા માટે ખેડૂતો પર દબાણ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો એવું પણ કહે છે કે જો તેઓ નેનો યુરિયા નહીં લે તો યુરિયા આપવામાં આવતું નથી.


કૃષિ મંત્રીનો દાવો યુરીયા ખાતરનો પૂરતો જથ્થો 


કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં જરૂરીયાત મુજબનો યુરીયા ખાતરનો જથ્થો પૂરતા પ્રામાણમાં ઉપલબ્ધ છે, અને આ જથ્થો પૂરતો જળવાઈ રહે તે મુજબ અમલવારી પણ કરવામાં આવી રહી છે. ખેડૂતમિત્રોએ કોઈપણ અફવાઓથી પ્રેરાવવું નહિ તેમજ જરૂરીયાત મુજબ યુરીયા ખાતરની ખરીદી કરી બીનજરૂરી સંગ્રહ કરવો નહિ. તેમ છતાં યુરીયા ખાતરના જથ્થા બાબતે કોઇપણ પ્રશ્ન હોય તો સંબંધિત જિલ્લાના નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) ની કચેરીનો સંપર્ક કરવા મંત્રીએ જણાવ્યું હતું.


રાજ્યના ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં યુરીયા ખાતરનો જથ્થો મળી રહે તે માટે મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ ગુજકોમાસોલ અને ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશેનને યુરીયા ખાતરનું વિતરણ સુવ્યવસ્થિત રીતે થાય અને ખાતરની ખેંચ ન પડે તે મુજબનું આયોજન અને તેની ચુસ્તપણે અમલવારી થાય તે સુનિશ્ચિત કરવા મંત્રીશ્રીએ સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત મંત્રીએ ખાતર વિતરણ વ્યવસ્થાનું મોનીટરીંગ કરવા પણ અધિકારીઓને જણાવ્યું હતું.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?