‘છેલ્લો શો’ ભારતીય ફિલ્મ છે જ નહીં ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 17:47:20

 

ગુજરાતી ભાષાની ફિલ્મ છેલ્લો શોને ભારત દ્વારા ઓસ્કારમાં પ્રવેશ તરીકે મોકલવામાં આવી હતી. અંગ્રેજીમાં તેને ધ લાસ્ટ ફિલ્મ શો કહેવામાં આવે છે. પરંતુ આ ફિલ્મને લઈને નવા વિવાદો થઈ રહ્યા છે. પહેલા મુદ્દો એ હતો કે આ ફિલ્મને RRR કરતાં શા માટે પ્રાધાન્ય આપવામાં આવ્યું. જ્યારે RRR ઓસ્કાર જીતવાની શક્યતાઓ વધારે હતી. કારણ કે દુનિયાભરના દર્શકો એ ફિલ્મથી વાકેફ હતા. હવે એક નવો મુદ્દો ઉભો થયો છે. છેલ્લો શો  પર એવા આરોપો છે કે તે ભારતીય ફિલ્મ નથી. તો પછી તેને ઓસ્કારમાં કેમ મોકલવામાં આવ્યો? આ સાથે તેને વિદેશી ફિલ્મની નકલ પણ કહેવામાં આવી રહી છે

 

FWICEનો આક્ષેપ

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ નામની સંસ્થા છે. તેણે આરોપ લગાવ્યો કે 'છેલ્લો શો' ભારતીય ફિલ્મ નથી. કારણ કે આ ફિલ્મનો મુખ્ય નિર્માતા ઓરેન્જ સ્ટુડિયો છે. જે ફ્રેન્ચ પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની છે. ઓરેન્જ સ્ટુડિયોની વેબસાઈટ પર આ ફિલ્મને ભારત અને ફ્રાન્સની સંયુક્ત ફિલ્મ તરીકે પણ વર્ણવવામાં આવી છે. જોકે, આ ફિલ્મને ભારતમાં રિલીઝ કરવા માટે સિદ્ધાર્થ રોય કપૂરની કંપની રોય કપૂર ફિલ્મ્સે ખરીદી લીધી છે. પરંતુ FWICE કહે છે કે જે ફિલ્મ ઇન્ટરનેશનલ સ્ટુડિયો દ્વારા બનાવવામાં આવી છે, તે ભારતીય ફિલ્મ કેવી રીતે હોઈ શકે! અને જે ફિલ્મ ભારતીય નથી તેને ઓસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા શા માટે મોકલવામાં આવી?

 

મૂવી પર આરોપ

FWICE 'છેલ્લો શો' પર ઈટાલિયન ફિલ્મ સિનેમા પેરાડિસોની નકલ હોવાનો પણ આરોપ લગાવ્યો છે. 'સિનેમા પેરાડિસો' 1988માં રિલીઝ થઈ હતી. તેને ઓસ્કારમાં બેસ્ટ ફોરેન ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. 'છેલ્લો  શો' અને 'સિનેમા પેરાડિસો'ના પોસ્ટરમાં પણ ઘણી સામ્યતા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે