મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા વધુ એક માદા ચિંતાનું મોત થઈ ગયું છે. આ પાર્કમાં અત્યાર સુધી ત્રણ ચિત્તાનું મોત થઈ ચુક્યું છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ત્રીજા ચિંત્તાનું મોત આંતરિક લડાઈમાં થયું છે. આ પહેલા બે ચિંતાનું મોત કિડનીમાં ઈન્ફેક્સન અને કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું હતું.
વન વિભાગે આપી જાણકારી
વન વિભાગ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ 9 મેના રોજ સવારે 10.45 વાગ્યે દક્ષિણ આફ્રિકાથી કૂનો નેશનલ પાર્કમાં લાવવામાં આવેલી માદા ચિત્તા દક્ષા મોનિટરિંગ ટીમને ઘાયલ મળી આવી હતી. પશુ ચિકિત્સકોએ સારવાર કરી તેમ છતાં પણ બપોરે 12 વાગ્યે તેનું દુ:ખદ મોત નિપજ્યું હતું. દક્ષાને વાડા ક્રમાંક એકમાં જ્યારે તેની નજીકના વાડા ક્રમાંક સાતમાં દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તા વાયુ અને અગ્નિને છોડવામાં આવ્યા હતા.India's #ProjectCheetah received yet another jolt as one more #cheetah died at Madhya Pradesh's #KunoNationalPark (KNP) on Tuesday the 3rd to die in just over a month.
— IANS (@ians_india) May 9, 2023
'Daksha' is the second female and the second South African cheetah to die at the KNP after male cheetah 'Uday'… pic.twitter.com/Tch3qafvOo
નર ચિંતાના હુમલાના સંકેતો મળ્યા
નિષ્ણાતોની ટીમે માદા ચિત્તા દક્ષા અને નર ચિત્તાને એક સાથે રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એક મેના દિવસે વાડા નંબર એક અને સાતના ગેટ ખોલી નાખવામાં આવ્યા હતા. 6 મેના દિવસે નર ચિત્તો માદા ચિત્તા દક્ષાના વાડામાં દાખલ થયો હતો. નિષ્ણાતોના કહેવા પ્રમાણે માદા ચિત્તા દક્ષા પર જે ઘાના નિશાન મળી આવ્યા છે. તે પહેલી નજરમાં જ ચિત્તાના હુમલો થયો હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. જો કે ચિંત્તાઓમાં સંભોગની પ્રક્રિયા દરમિયાન હિંસક વ્યવહાર સામાન્ય બાબત મનાય છે. આ સ્થિતિમાં નિરિક્ષણ કરી રહેલી ટીમની દખલ ના બરાબર હોય છે. નિયમોનુસાર માદા ચિત્તાનું પોસ્ટમોર્ટમ નિષ્ણાતોની ટીમ કરી રહી છે.