મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તા 'સૂરજ'નું મોત, 4 મહિનામાં 8 ચિત્તાઓ મોતને ભેટ્યાં


  • Published By :
  • Published Date : 2023-07-14 21:39:26

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આજે 14 જુલાઈના રોજ વધુ એક ચિત્તાનું મૃત્યુ થયું છે, મૃત્યુ પામેલા ચિતાનું નામ સૂરજ હતું. અધિકારીઓનું કહેવું છે કે દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા સૂરજના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, ડોક્ટરોની ટીમ તપાસમાં લાગેલી છે. આ વર્ષે માર્ચથી, શ્યોપુર જિલ્લાના કુનો નેશનલ પાર્ક (KNP)માં મૃત્યુ પામનાર ચિત્તાની સંખ્યા 8 થઈ ગઈ છે. નેશનલ પાર્કમાં છેલ્લા 4 મહિનામાં આ આઠમો ચિત્તો મૃત્યુ પામ્યો છે, જેમાં 5 પુખ્ત અને 3 બચ્ચાનો સમાવેશ થાય છે. આફ્રિકાથી લાવવામાં આવેલ તેજસ નામનો નર ચિત્તો ત્રણ દિવસ પહેલા જ પાર્કમાં મૃત્યુ પામ્યો હતો.


કેવી રીતે મોત થયું?


કુનો નેશનલ પાર્કના અધિકારીએ જણાવ્યું કે શુક્રવાર સવારે સર્વેલન્સ ટીમ દ્વારા પાલપુર પૂર્વ વન રેન્જના મસાવની બીટમાં સૂરજ નામનો ચિત્તો સવારે 9 વાગ્યે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પશુ ચિકિત્સકો અને વન અધિકારીઓની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તેમણે કહ્યું કે, ફ્રી ઝોનમાં દીપડાનું મોત થયું હોય તેવી આ પહેલી ઘટના છે. અધિકારીએ કહ્યું કે તેની પીઠ અને ગરદન પર ઈજાના નિશાન છે.

  

ચિત્તાઓના અકાળે મોતે ચિંતા વધારી


અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં 25 જૂને દક્ષિણ આફ્રિકાના આ નર ચિત્તા સૂરજને જંગલમાં છોડવામાં આવ્યો હતો. પરંતુ આજે વન વિભાગના કર્મચારીઓને તે જંગલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે વન વિભાગના અધિકારીઓને જાણ થતાં દોડધામ મચી ગઈ હતી. મૃત નર ચિતા સૂરજનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે અને તે પછી તેના મૃત્યુનું કારણ શું છે તે સ્પષ્ટ થશે. મધ્યપ્રદેશના કુનો અભયારણ્યમાં ચિત્તાઓના મૃત્યુએ ચિંતા જગાવી છે. પરંતુ હજુ સુધી સત્ય સામે આવ્યું નથી કે શા માટે આટલી જલ્દી ચિત્તાઓ મરી રહ્યા છે અને તેની પાછળનું કારણ શું છે. આ અંગે વન વિભાગના અધિકારીઓ પણ કંઈ કહેવાનો ઈન્કાર કરી રહ્યા છે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..