કૂનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તા ધાત્રી (તિબ્લિસી)નું મોત, 11 મહિનામાં 3 બચ્ચા સહિત 9 ચિત્તા મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2023-08-02 17:42:16

મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં વધુ એક ચિંતાનું મોત થયું છે. મધ્ય પ્રદેશ વન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે સવારે માદા ચિત્તાઓમાંથી એક ધાત્રી (તિબ્લિસી) મૃત હાલતમાં મળી આવી હતી. કૂનો નેશનલ પાર્કમાં 11 મહિનામાં વિવિધ કારણોથી સુધીમાં ચિંતાના 3 બચ્ચા સહિત 9 ચિત્તાનું મોત થઈ ચુક્યું છે. ગત વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ PM મોદી સૌથી પહેલા નામિબિયાથી લાવવામાં આવેલા ચિત્તાને છોડવામાં આવ્યા હતા. ત્યારથી આ ચિત્તાઓને ખાસ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. 


પોસ્ટમોર્ટમ બાદ મોતનું કારણ સામે આવશે


મધ્ય પ્રદેશ વન વિભાગના જણાવ્યા પ્રમાણે કૂનો નેશનલ પાર્કના કેયર ટેકર છેલ્લા બે દિવસથી ગાયબ માદા ચિત્તા તિબ્લિસીને શોધવામાં લાગ્યા હતા. બે દિવસની રઝળપાટ બાદ તિબ્લિસી (ધાત્રી)ની લાશ મળી આવી હતી. ધાત્રીને નામીબિયાથી લાવીને આ પાર્કમાં છોડવામાં આવી હતી. આ માદા ચિત્તાના મોતનું કારણ જાણી શકાયું નથી. જો કે મૃત્યુનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. કુનો પાર્કમાં 14 ચિત્તા છે. જેમાં સાત નર, છ માદા અને એક માદા બચ્ચા રાખવામાં આવ્યા છે. એક માદા ચિત્તા ખુલ્લામાં છે, એક ટીમ દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વન વિભાગે એક નિવેદનમાં કહ્યું છે કે તેને સ્વાસ્થ્ય તપાસ માટે પરત લાવવાના પ્રયાસો ચાલુ છે.


6 ચિત્તા અને 3 બચ્ચા મૃત્યુ પામ્યા


મધ્ય પ્રદેશના શ્યોપુર સ્થિત કુનો નેશનલ પાર્કમાં ખુલ્લા જંગલમાં  26 જૂનના રોજ‘સૂરજ’ ચિત્તાને મોટા બંધમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. કુનો નેશનલ પાર્કના ખુલ્લા જંગલમાં છોડવામાં આવેલ સૂરજ 10મો ચિત્તા હતો. નર ચિત્તા ‘તેજસ’, જે દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવ્યો હતો અને 6 નંબરના બંધમાં રાખવામાં આવ્યો હતો, તેનું પણ 11 જુલાઈના રોજ મૃત્યુ થયું હતું. કુનો પાર્ક મેનેજમેન્ટની દેખરેખ દરમિયાન આ ચિત્તા ઘાયલ અવસ્થામાં મળી આવી હતી. તેજસના ગળાના ઉપરના ભાગમાં ઈજાના નિશાન જોવા મળ્યા હતા. કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં 6 ચિત્તા અને 3 બચ્ચા મૃત્યુ પામ્યા છે.


વિદેશથી 20 ચિત્તા લાવવામાં આવ્યા


ભારતમાં લુપ્ત થઈ ગયેલા ચિત્તાઓના પુનર્વસન માટે કેન્દ્ર સરકાર દ્વારા પહેલ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા. કુનો નેશનલ પાર્કમાં તમામ ચિત્તાઓને છોડવામાં આવ્યા હતા. આ પછી માદા ચિત્તાએ 4 બચ્ચાને જન્મ આપ્યો. જેના કારણે કુલ સંખ્યા 24 થઈ ગઈ હતી. પરંતુ તેમાંથી અત્યાર સુધીમાં 3 બચ્ચા અને 6 પુખ્ત ચિત્તાના મોત થયા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?