ચુંટણીનું ચેકિંગ: રૂ. ૩૮ લાખના હીરાજડિત દાગીના મળ્યા,દાગીના સીઝ કરીને પૂછપરછ


  • Published By :
  • Published Date : 2022-11-12 16:07:35

ગુજરાતમાં ચુંટણીની તારીખો જાહેર થતાં જ ગુજરાતમાં આચારસાહિતા લાગુ થઈ છે જેને લઈને પોલીસ એલર્ટ થઈ છે અને પોલીસ દ્વારા કડક ચેકિંગ કરાઇ રહ્યું છે. ત્યારે સુરત રેલવે સ્ટેશન પર રાત્રિના સમયે રેલવે એલસીબી પોલીસે શંકાના આધારે એક યુવકને પકડ્યો હતો અને તપાસ કરતાં તેની પાસેથી ૩૮ લાખ રૂપિયાના હીરાજડિત સોનાના દાગીના મળ્યા હતા.આ દાગીનાની હેરીફેરી કરવા ચુંટણી વિભાગની મંજૂરી ના હોવાથી આ દાગીનાઓને પોલીસે સીઝ કરી પૂછપરછ હાથ ધરાઇ છે. આ યુવકનું નામ હિતેશ રાદડિયા છે જે મુંબઈમાં જવેલરીનો વેપાર કરતી કલિસ્તા જ્વેલરમાં કામ કરે છે. આ યુવક મુંબઈથી અંદાજિત રૂપિયા ૩૮ લાખની કિમતના દાગીના લઈને રાત્રિના સમયે કર્ણાવતી એક્ષપ્રેસ ટ્રેનમાં સુરત આવ્યો હતો. 


પ્રાથમિક તપાસમાં શું ખબર પડી ?

હિતેશ દાગીના લઈને જેવો સુરત રેલવે સ્ટેશનની બહાર નીકળી રહ્યો હતો ત્યારે જ પોલીસની નજર તેના પર પડી અને શંકાના આધારે તેની પૂછપરછ કર્યા બાદ બેગની તપાસ કરતાં તેમાંથી દાગીના મળ્યા હતા.અને પ્રાથમિક પૂછપરછ કરતાં પોલીસને જાણવા મળ્યું કે આ દાગીના મુંબઇની બ્રાન્ચમાંથી સુરતની મહિધરપુરામાં આવેલી કલીસ્તા જ્વેલર્સની બ્રાન્ચમાં આપવાના હતા. 10 લાખથી વધુની કિંમતના દાગીના હોવાથી રેલવે પોલીસે આઇટી વિભાગ અને ચૂંટણી વિભાગને જાણ કરી હતી. હિતેશ પાસે દાગીના હતા પરંતુ ચૂંટણી વિભાગની પરમીશન ન હોવાથી તેના દાગીના સીઝ કરીને વધુ પુછપરછ કરાઈ છે.


ચુંટણી વિભાગની પરમીશન જરૂરી 

આ યુવક પાસે ૩૮ લાખના સોનાના દાગીનાના તમામ બિલ તો હતા પણ, તેની પાસે પરવાનગી નહોતી નિયમ પ્રમાણે આચારસાહિતા બાદ જો કોઈ વ્યક્તિ ૧૦ લાખથી વધુની કિમતના દાગીના, રોકડ રકમ હેરાફેરી કરે તો તેની પાસે તમામ પુરાવા સહિત ચુંટણી વિભાગની મંજૂરી હોવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે ચુંટણીમાં કોઈ પૈસાની હેરાફેરી ન થાય તે માટે આચારસહિતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?