સુરતના રાંદેરના એલપી સવાણી રોડ પર ગઈકાલે ભૂવો પાડવાની ઘટના બની.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ભુવો ઉતાવળમાં બુરી દીધો અને વાહન ચલાવવા માટે રોડ ખુલ્લો મૂકી દીધો હતો.ભુવો રીપેર કર્યાના થોડાજ સમયમાં ફરી એજ જગ્યાએ ભુવો પડ્યો અને એક ફોરવ્લીહ ભૂવામાં ફસાઈ અને તંત્રની ફરી પોલ ખુલી ગઈ.
ફોરવ્લીહ ભૂવામાં ફસાઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. આવી લાલિયાવાડી વચ્ચે સ્થાનિકોનું કહેવું હતું કે સુરત મનપાના અધિકારીઓએ રોડ બનાવનાર કોન્ટ્રેક્ટરનો બચાવ કર્યો હતો.
એકવાર ભુવો પડે અને તેને રિપેર કરવામાં આવે અને ફરીથી ત્યાં જ ભુવો પડીને ગાડી ફસાઈ જાય તો સ્વાભાવિક રીતે જ રાંદેસણના અધિકારીઓની કામગીરી કેટલી હદે નકામી હશે તે સમજાય છે.
રોડ બનાવતી વખતે પણ કોન્ટ્રાક્ટરો સાથે આ જ અધિકારીઓ નરમ વલણ રાખતા હોય છે. ઘણી વખત તો રોડ બનાવવાની કામગીરીને લઈને ફરિયાદ પણ આવતી હોય છે, પરંતુ, આ અધિકારીઓ કેવી રીતે તેનો રસ્તો કાઢી લેવામાં પોતાની હોશિયારી વાપરતા હોય છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરોને દંડ ફટકારવા ને બદલે તેમાંથી તેમને બચાવવા કયો રસ્તો અપનાવો તેમાં વધારે ફોકસ કરે છે