રિચા ચઢ્ઢા તથા અલી ફઝલે પ્રી વેડિંગ સેરેમનીની પહેલી તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી છે. થોડા દિવસમાં બંને લગ્નના બંધનમાં બાંધવા જઈ રહ્યા છે ત્યારે આજે 30 સપ્ટેમ્બર એટલે આજે તેમના લગ્નની વિધિ શરૂ થઈ ગઈ છે. અલી ફઝલે અબુ જાની તથા સંદીપ ખોસલાએ ડિઝાઇન કરેલા આઉટફિટ પહેર્યા છે અને રિચા ડિઝાઇનર રાહુલ મિશ્રાના કસ્ટમ મેડ આઉટિફટમાં છે.
કઈ રીતે મળ્યા અલી અને રિચા?
રિચા તથા અલી 2012માં 'ફુકરે'ના શૂટિંગ દરમિયાન મળ્યા હતા. હવે બંને 'ફુકરે 3'માં સાથે જોવા મળશે. સાત વર્ષના ડેટિંગ બાદ અલીએ રિચાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. બંને 2020માં લગ્ન કરવાના હતા, પરંતુ કોરોનાને કારણે આ શક્ય બન્યું નહોતું.
સંગીતમાં આ ગીત પર કર્યો
ડાન્સ !!!!!
અલી તથા રિચા 'ફુકરે'ના શૂટિંગ દરમિયાન પહેલીવાર મળ્યા હતા. આ ફિલ્મને કારણે બંને વચ્ચેની લવસ્ટોરી શરૂ થઈ હતી. સૂત્રોના મતે, એક્ટ્રેસે સંગીતમાં આ ફિલ્મનું ગીત 'અંબરસરિયા..' ગીત પર ડાન્સ કર્યો હતો. અલી ફઝલે 'નાયક નહીં ખલનાયક હૂ..' પર પર્ફોર્મ કર્યું હતું.