મુંબઈ એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેન ક્રેશ: 8 ઘાયલ: વિમાન ઘડાકાભેર રનવે પર પડ્યું, બે ભાગમાં તૂટી ગયું, VIDEO વાયરલ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-14 21:43:21

મુંબઈ એરપોર્ટ પર આજે ગુરુવાર, 14 સપ્ટેમ્બરના રોજ, એક ચાર્ટર્ડ પ્લેન રનવે પર લેન્ડિંગ દરમિયાન સાંજે 5.08 વાગ્યે ફસડાઈને ક્રેશ થયું હતું. દુર્ઘટનાની સાથે જ પ્લેન બે ભાગમાં તૂટી ગયું અને આગ લાગી ગઈ. વિમાનમાં 6 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર સવાર હતા, આ તમામને ઈજા થઈ છે. તમામ ઘાટલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિમાને વિશાખાપટ્ટનમથી ઉડાન ભરી હતી. વિમાનમાં  જેએમ બૈક્સી કંપનીના માલિક કોટક અને તેમના પરિવારના સભ્યો સવાર હતા. જેએમ બૈક્સી કંપની લોજિસ્ટિક્સ સેક્ટરમાં કાર્યરત છે.


લો વિઝિબિલિટીના કારણે સર્જાઈ દુર્ઘટના


ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ જણાવ્યું કે પ્લેન VSR વેન્ચર્સનું Learjet 45 VT-DBL છે. તે મુંબઈના રનવે 27 પર લપસી ગયું હતું.આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. મુંબઈમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે વિઝિબિલિટી ઘટીને 700 મીટર થઈ ગઈ છે.જેના કારણે આ ઘટના બની છે. દુર્ઘટના બાદ મુંબઈ એરપોર્ટના બે રનવે બંધ કરી દેવામાં આવ્યા હતા, જે સાંજે 6.45 કલાકે ફરી ખોલવામાં આવ્યા હતા.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?