1 એપ્રિલથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર ચૂકવવો પડશે ચાર્જ, જાણો કેટલા રૂપિયાના વ્યવહાર પર ચૂકવવી પડશે ફી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-29 09:27:40

પહેલી એપ્રિલથી અનેક ચીજ વસ્તુઓ મોંઘી થવાની છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મોંઘી થતાં લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડશે. ત્યારે હવે નવા નાણાકીય વર્ષથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર પણ ચાર્જ વસૂલ કરવામાં આવશે. યુપીઆઈ પેમેન્ટ એટલે કે G Pay, Phone pay, paytm જેવા ડિઝિટલ માધ્યમથી જો તમે પેમેન્ટ કરશો તે તમારે ચાર્જ ચૂકવવો પડશે.  ફી લાગુ કરવા માટે એક પરિપત્ર બહાર પાડવામાં  આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે 2000 રૂપિયાથી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેશન પર 1.1 ટકા ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્ઝ યુઝરે મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન માટે ચૂકવવો પડશે.


ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર ચૂકવવો પડશે ચાર્જ!

લોકોમાં ઓનલાઈન પેમેન્ટનો કેઝ દિવસેને દિવસે વધુ જોવા મળી રહ્યો છે. ઓછી કિંમતની વસ્તુઓની ખરીદી કરવા માટે પણ લોકો યુપીઆઈ પેમેન્ટનો ઉપયોગ કરતા હોય છે. સરકાર પણ ડિઝિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપી રહી છે. કોરોના કાળ બાદ ડિઝિટલ ટ્રાન્ઝેક્શન વધી ગયા છે. પરંતુ પહેલી એપ્રિલથી 2000 રુપિયા કરતા જો વધારે રકમની ચૂકવણી કરવી હશે તો ચાર્જ ચૂકવવો પડશે. પીપીઆઈ દ્વારા યુપીઆઈની ચૂકવણી માટે 1.1 ટકાની ફી વસૂલવામાં આવશે. પીપીઆઈમાં ટ્રાન્ઝેક્શન વોલેટ અથવા કાર્ડ દ્વારા થાય છે.   


2000થી ઉપરના ટ્રાન્ઝેક્શન પર ચૂકવવી પડશે આટલી ફી   

નવા નાણાંકીય વર્ષ એટલે કે 1 એપ્રિલથી અનેક નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. અનેક ચીજ વસ્તુઓ મોંઘી થવાની છે તો કોઈ ચીજ વસ્તુ સસ્તી થવાની છે. ત્યારે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ એટલે કે યુપીઆઈ દ્વારા થતા વ્યવહારો મોંઘા થશે. નેશનલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ યુપીઆઈને વેપારી વ્યવહારો પર પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્યુમેન્ટ્સ ફી દાખલ કરવા જણાવ્યું છે. આ અંગે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે 2000 રૂપિયાથી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર 1.1 ટકા ચાર્જ ચૂકવવો પડશે. 


આ ટ્રાન્ઝેક્શન પર નહીં ચૂકવવો પડે ચાર્જ!  

પરિપત્ર મૂજબ ઓનલાઈન વેપારીઓ, મોટા વેપારીઓ અને નાના ઓફલાઈન વેપારીઓ પાસેથી 2000થી વધુના ટ્રાન્ઝેક્શન પર 1.1 ટકા ઈન્ટરચેન્જ ફી વસૂલવામાં આવશે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે જો પ્રીપેડ ઈન્સ્ટુમેન્ટએ 2000થી વધુના વ્યવહાર પર મૂલ્યને લોડ કરવા માટે રેમિટર બેકને ફરી તરીકે 15 બેસિસ પોઈન્ટ ચૂકવવા પડશે. બેંક અને પ્રીપેડ વોલેટ વચ્ચે વ્યક્તિ-થી-વ્યક્તિ વ્યવહારો અથવા વ્યક્તિ-થી-વેપારી વ્યવહારો માટે ફી લાગુ થશે નહીં. આનો અર્થ એ છે કે તમારે હજુ સુધી UPI નો ઉપયોગ કરવા માટે કોઈ વધારાની ફી ચૂકવવાની જરૂર નથી.

 



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..