ઉત્તરાખંડના ચારધામના દર્શન કરવાનો અનેરો મહિમા રહેલો હોય છે.. કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રીના દર્શન માટે લાખો ભક્તો જતા હોય છે. જેમ જેમ દિવસો વિતી રહ્યા છે તેમ તેમ શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી જઈ રહી છે.. ત્યાંથી જે વીડિયો સામે આવ્યા છે તે જોઈને અંદાજો લગાવી શકાય છે કે ત્યાં કેટલી ભીડ છે. અનેક ભક્તો મંદિરની આસપાસ રીલ અથવા તો બ્લોગ બનાવતા હોય છે, ફોટો પાડતા હોય છે જેને કારણે અનેક વખત બનતું હોય છે કે વ્યવસ્થા ખોરવાઈ જાય છે. ત્યારે ઉત્તરાખંડ પ્રશાસન દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ ચારધામના મંદિર પરિસરની 50 મીટરની ત્રિજ્યામાં રીલ્સ અથવા વિડિયો બનાવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.. એવી પણ માહિતી સામે આવી છે કે મંદિર પરિસરના 200 મીટરની અંદર ફોનને નહીં વાપરી શકાય.
चारो धामों में मंदिर परिसर की 50 मीटर की परिधि में सोशल मीडिया हेतु वीडियोग्राफी / रील्स आदि पर पूर्णतः प्रतिबंध लगाया गया है। pic.twitter.com/4AOlhnfXLl
— Uttarakhand DIPR (@DIPR_UK) May 16, 2024
વીઆઈપી દર્શન પર આ તારીખ સુધી વધારાયો પ્રતિબંધ
ચારધામના દર્શન કરવાનો લ્હાવો અનેરો હોય છે.. અનેક લોકોની ઈચ્છા હોય છે જીવનમાં એક વખત તો ઉત્તરાખંડના ચારધામ યાત્રાના દર્શન કરવાની... ચારધામના દ્વાર ખુલતા જ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ત્યાં આવી પહોંચ્યા છે જેને કારણે વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે... અનેક લોકો મોબાઈલમાં રિલ બનાવતા હોય છે જેને કારણે ભીડ જામી જતી હોય છે. ત્યારે વ્યવસ્થા ના ખોરવાય તે માટે પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચારધામના મંદિર પરિસરની 50 મીટરની ત્રિજ્યામાં રીલ્સ અથવા વિડિયો બનાવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.. તે સિવાય 31 મે સુધી વીઆઈપી દર્શનની વ્યવસ્થા પણ બંધ કરી દેવામાં આવી છે..
અનેક ભક્તો વીડિયો અને રિલ્સ બનાવવામાં હોય છે વ્યસ્ત
આપણે જ્યારે ધાર્મિક સ્થાનો પર જતા હોઈએ છીએ ત્યારે અનેક વખત જોવા મળતું હોય છે કે દર્શન કરવા કરતા વધારે ધ્યાન ભક્તોનું ફોટો પાડવામાં હોય છે.. મોબાઈલમાં તે ક્ષણને કેપ્ચર કરતા હોય છે પરંતુ દર્શન કરવાનું ભૂલી જતા હોય છે..! તે ઉપરાંત સોશિયલ મીડિયા પર મૂકવા માટે પણ અનેક ભક્તો રીલ બનાવતા હોય છે. રીલ્સ અને ફોટોના ચક્કરમાં બીજા અનેક ભક્તોને અગવડ પડતી હોય છે ઉપરાંત ભીડ પણ વધારે થઈ જતી હોય છે..
મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી ભાવિકોની ભીડ
ચારધામના કપાટ ખૂલતા જ મોટી સંખ્યામાં ભક્તો ત્યાં આવી પહોંચ્યા છે.. જેને કારણે વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ત્યારે મંદિર પરિસરની 50 મીટરની ત્રિજ્યામાં રીલ્સ અથવા વિડીયો બનાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. એવી માહિતી સામે આવી છે ફોન લઈ જવા પર પ્રતિબંધ નથી મૂકવામાં આવ્યો.. ફોન રાખી શકાશે વીડિયો શૂટ નહીં કરી શકાય અને રીલ નહીં બનાવી શકાય તેવી માહિતી સામે આવી છે...