લોકસભા ચૂંટણી પૂર્ણ થઇ ચૂકી છે, કેન્દ્રમાં નવી સરકારની રચના અને મંત્રીમંડળ પણ રચાઇ ગયુ છે... પરંતુ હજુ પણ હાર જીતના પડઘા નેતાઓના મનમાં પડી રહ્યાં છે. હાલમાં જ પાટણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસને નજીકના અંતરેથી મળેલી હાર પર મંથન અટકવાનું નામ નથી લઇ રહ્યું. ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે હવે દુઃખ સાથે પત્ર લખીને હારની જવાબદારી સ્વીકારી છે. કોંગ્રેસમાં પરિવર્તનની શરુઆત પાટણથી થઈ... લોકસભા બેઠકના જ્યારે પરિણામ આવ્યા હતા ત્યારે પાટણ તેમજ બનાસકાંઠા બેઠક પર રસાકસી જોવા મળી હતી.

અનેક રાઉન્ડ સુધી ચંદનજી ઠાકોર આગળ હતા પરંતુ...
પાટણ લોકસભ પર કાઉન્ટિંગ ડેના દિવસે જબરદસ્ત રસાકસી જામી હતી, સતત 16 રાઉન્ડમાં આગળ હતા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને અચાનક પરિણામ આવ્યું અને ભાજપની જીત થઈ..... કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી લીડ લેવામાં આગળ પાછળ થતાં હતા. પરંતુ અંતે ભાજપના ભરતસિંહ ડાભીએ કુલ 5,91,947 મતો સાથે એટલે કે માત્ર 31,876ના મતોની લીડથી જીત્યા હતા. વળી, કોંગ્રેસના ચંદનજી ઠાકોરને 5,60,071 મત મળ્યા હતા.
કોંગ્રેસના ધારાસભ્યએ કોંગ્રેસના અધ્યક્ષને લખ્યો પત્ર..
પાટણ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરીનો જંગ જામ્યો હતો, પરંતુ કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે હારની જવાબદારી ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે સ્વીકારી છે. ચાણસ્માના કોંગ્રેસના MLA દિનેશ ઠાકોરે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષને એક પત્ર લખ્યો છે, અને પત્રમાં દુઃખ સાથે હારની જવાબદારી સ્વિકારી છે. ધારાસભ્ય દિનેશ ઠાકોરે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહને પત્ર લખ્યો જેમાં ચાણસ્મા વિધાનસભા મતવિસ્તારમાંથી ઓછા મત મળવાની વાત સ્વિકારી છે.
આવા દ્રશ્યો ભાજપમાં જોવા મળતા જ્યાં...
તેમણે સ્વિકાર્યુ છે કે, હું અહીંથી લીડ ના અપાવી શક્યો અને પાર્ટીને બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે, તેનું મને દુઃખ છે. લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોરે અમને પૂરતો સહકાર આપ્યો હતો, ચંદનજી તરફથી કોઈ પણ ઉણપ ના રહી હતી. પક્ષે મારા પર જે કાર્યવાહી કરવી હોય તે કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ચાણસ્મા વિધાનસભાથી ભાજપને 27,269 મતોની લીડ મળી હતી, જે હારનું કારણ બની હતી. અત્યાર સુધી આવા દ્રશ્યો આપણે ભારતીય જનતા પાર્ટીમાં જોતા હતા. કે હારની જવાબદારી સ્વીકારે ..
હારની જવાબદારી સ્વીકારી હતી કે...
દાખલા તરીકે મહારાષ્ટ્રમાં હાર થઈ તો દેવેન્દ્ર ફડણવીસે જવાબદારી સ્વીકારી,તેમ હવે આ શરુઆત કોંગ્રેસમાં પણ થઈ રહી છે...જે રીતે દેશમાં કોંગ્રેસે પૂરી મહેનત કરી અને ગુજરાતમાં પણ 8થી 10 બેઠકો પર રસાકસી હતી. આ વખતે એક ચર્ચા તો ચોક્કસ કરવામાં આવી કે કોંગ્રેસે ઉમેદવારોના ચયનમાં ખુબ ધ્યાન રાખ્યું.... કોંગ્રેસના ઉમેદરવારોએ ભાજપના ઉમેદવારોને ફાઈટ પણ ટફ આપી.. હંમેશા હાર માટે એક ચહેરાની શોધ હોય... પણ હવે કોંગ્રેસના નેતાઓ સામે આવીને કહી રહ્યાં છે કે મારા કારણે આ થયું...
ગ્રાઉન્ડ લેવલ પર કોંગ્રેસને મજબૂત કરવાના પ્રયાસ
સજા માટે પણ તૈયાર છે. કોંગ્રેસના અચ્છે દિનની શરુઆત થઈ ગઈ છે. સંગઠનમાં પણ હવે કામગીરી સારી રીતે કરવાના પ્રયાસો શરુ થયા છે... ગ્રાઉન્ડ લેવલ પર કોંગ્રેસને મજબૂત કરવા માટે મહેનત કરવામાં આવી રહી છે.. એટલે કોંગ્રેસનું ભવિષ્ય અત્યારે તો સારુ દેખાય રહ્યું છે.....અને શરુઆત બનાસકાંઠા. પાટણથી થઈ છે...