દેશમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ચાર તબક્કા અંતર્ગત મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે મતદાનનું પરિણામ આવવાનું છે.. ખરાખરીનો જંગ જામ્યો છે રાજકીટ પાર્ટીઓ વચ્ચે.. ગુજરાતમાં પણ અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. બનાસકાંઠા, વલસાડ. ભરૂચ, આણંદ સહિતની અનેક બેઠકો એવી છે જેના પરિણામ પર સૌ કોઈની નજર રહેલી છે..
ભાજપ પર અમિત ચાવડાએ કર્યા પ્રહાર
એક તરફ ભાજપ દ્વારા આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે 26એ 26 બેઠકો પર ભાજપ જીતશે તો બીજી તરફ કોંગ્રેસના અમિત ચાવડાએ પણ એવો આશાવાદ વ્યક્ત કર્યો છે કે ગુજરાતની 14 જેટલી બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થવાનો છે... અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપમાં ચાલતા આંતરિક ડખા પર વાત કરી હતી ઉપરાંત ઉમેદવારો બદલવા અંગે પણ વાત કરી હતી..
કેન્દ્ર સરકારના શાસન પર પ્રહાર કરતા કહ્યું કે...
નિવેદન આપતા તેમણે કહ્યું કે ભાજપના એક પણ નેતા મીડિયા સમક્ષ આવતા ડરી રહ્યા છે.. કારણ કે સમગ્ર ગુજરાતમાં જે રીતે લોકોએ પરિવર્તન માટે મતદાન કર્યું છે, જે રીતે ગુજરાતથી શરૂ કરીને આખા દેશમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે, એ જોતા એટલું સ્પષ્ટ છે કે ગુજરાતમાં પણ 2004ની ચૂંટણીના જે પરિણામ આવ્યા હતા એથી પણ સારા પરિણામ કોંગ્રેસ માટે આવવા જઈ રહ્યા છે. લોકો છેલ્લા 10 વર્ષની કેન્દ્ર સરકારનું જે શાસન છે એ કોઈ યોજનાઓ, કાયદા કાનૂન કે વિકાસ કે લાભ માટેનું નહીં ફક્ત જુમલા અને ભાષણોનું રાજ રહ્યું.
એના આધારીત જે પરિવર્તન માટે મત કર્યો છે અને એનું પરિણામ આવનારી ચાર તારીખે તમે જોશો તો ગુજરાતમાં પણ 26માંથી બહુમતી બેઠકો પર કોંગ્રેસને લોકોના આશીર્વાદ મળવા જઈ રહ્યા છે. તે સિવાય તેમણે પીએમ મોદી પર પણ નિશાન સાધ્યું હતું.. તેમણે કહ્યું કે દેશમાં ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે.. જ્યારે પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યું કે બહુમતી બેઠકો એટલે કેટલી બેઠકો તો તેમણે જવાબ આપ્યો કે 14 કરતા વધારે બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારને લોકોના આશીર્વાદ મળવા જઈ રહ્યા છે. ત્યારે પરિણામ શું આવે છે તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા છે.