ચંદ્રયાન-3 ઉડાન માટે તૈયાર, જાણો ભારત દ્વારા લોન્ચ કરાયેલા પ્રોજેક્ટ વિશે, કેમ શ્રીહરિકોટાથી લોન્ચ થાય છે સેટેલાઈટ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-14 10:02:27

ચંદ્રયાન-3નું કાઉન્ટડાઉન આજ સવારથી શરૂ થઈ ગયું છે. શ્રીહરિકોટાથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ચંદ્રયાન-3નું બપોરના સમયે લોન્ચિંગ થવાનું છે. ચંદ્રયાન-3નું લોન્ચિંગ ભારત માટે મહત્વનું માનવામાં આવે છે. સ્પેસ સાયન્સમાં આ અભિયાનને ભારત માટે ચંદ્ર તરફ વધુ એક ડગલું માનવામાં આવે છે. ભારતથી ચંદ્રમાં મોકલવામાં આવતું આ ત્રીજુ સેટેલાઈટ છે. ચંદ્રયાન-3 ભારતના ચંદ્ર અભિયાનનું ત્રીજુ અવકાશયાન છે. ચંદ્રયાન-3 પહેલા ભારતે બે અવકાશયાન ચંદ્ર પર મોકલવામાં આવ્યા છે. 

ચંદ્ર વિશેની વધુ માહિતી જાણવા ચંદ્રયાન-3 કરશે મદદ 

વિશ્વના અનેક દેશોએ પોતાના સેટેલાઈટ ચંદ્ર પર મોકલ્યા છે. ચંદ્ર પર પાણી છે કે નહીં, ત્યાંની માટી કેવી છે, રસાયણ કયા છે સહિતના વસ્તુઓનો અભ્યાસ કરવા માટે વિશ્વના વિવિધ દેશોએ ચંદ્ર પર પોતાના સેટેલાઈટ મોકલ્યા છે. ભારત આજે ચંદ્રયાન-3ને લોન્ચ કરવા જઈ રહ્યું છે જે ચંદ્રની જમીન પર કેવા રસાયણ છે. માટી તેમજ પાણીનો અભ્યાસ કરશે. ચંદ્ર વિશેની વધુ માહિતી મેળવવામાં ચંદ્રયાન-3 સહાયતા કરશે. આ મિશન માટે રુપિયા 615 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. ઈસરોના જણાવ્યા અનુસાર ચંદ્રયાન-3ને લોન્ચ કરવા પાછળ ત્રણ મુખ્ય કારણ છે. તેમાં પહેલું છે વૈજ્ઞાનિક અવલોકનની નોંધ, બીજું છે ચંદ્ર પર સફળ ઉતરાણ કરવાનું. કારણ કે ચંદ્રયાન-2 વખતે જ્યારે ચંદ્રની સપાટી પર યાનને ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે તે નિષ્ફળ ગયો હતો. વિક્રમ લોન્ચર ચંદ્ર પર તૂટી ગયું હતું. ચંદ્રયાન -2ની જેમ ચંદ્રયાન-3માં પણ લેન્ડર તથા રોવર રાખવામાં આવ્યુ છે. 


વર્ષ 2019માં ચંદ્રયાન-2 કરવામાં આવ્યું લોન્ચ 

સ્પેસ ટેક્નોલોજીમાં ભારત આગળ વધી રહ્યું છે. દરેક દેશ માટે સ્પેસમાં કરવામાં આવેલું કામ સફળતા અપાવતું હોય છે. ચંદ્ર તરફ ભારતે પહેલું ડગલું વર્ષ 2008માં ભર્યું હતું. ચંદ્રની સપાટી પર પાણી છે કે નહીં તે જાણવામાં ચંદ્રયાન-1એ મહત્વની ભૂમિકા ભજવી હતી. ચંદ્રયાનનું સફળ લોન્ચિંગ થતાં જ ચંદ્ર પર ઝંડો ફરકાવનારો ચોથો દેશ બન્યો હતો. પરંતુ વર્ષ 2009માં ચંદ્રયાન-1 સાથેનો સંપર્ક તૂટી ગયો. પરંતુ ઈસરોએ જણાવ્યું હતું કે મિશનનો 95 ટકા ઉદ્દેશ સફળ થયો છે. 10 વર્ષ પછી વર્ષ 2019માં ચંદ્રયાન-2નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. 22 જુલાઈએ લોન્ચ કરવામાં આવેલા ચંદ્રયાન-2ને 6 સ્પટેમ્બરના રોજ ચંદ્ર પર ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ લેન્ડિંગ વખતે વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો. ચંદ્રયાન-2 નિષ્ફળ રહ્યું હતું. ત્યારે હવે ચંદ્રયાન-3 લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આવકાશયાન લોન્ચ કરવામાં આવશે અને ચંદ્ર સુધી પહોંચાડવાની જવાબદારી જીએસએલવી માર્ક-3 રોકેટની હશે. ચંદ્રયાનમાં રાખવામાં આવેલા સાધનોથી ચંદ્રની સપાટીની ઉર્જા, ત્યાંનું વાતાવરણ સહિત અનેક બાબતોને લઈ અભ્યાસ કરી માહિતી ભારતને મોકલશે. 



અનેક દેશોએ ચંદ્રને લઈ શરૂ કર્યું છે મિશન 

ન માત્ર ભારત પરંતુ વિશ્વના અનેક દેશો ચંદ્ર મિશન પર કામ કરી રહ્યા છે. ચીન, અમેરિકા, દક્ષિણ કોરિયા, જાપાન તેમજ રશિયા તેમજ ભારતનો સમાવેશ થાય છે. ચીને હાલમાં જ ચાંગ-6, ચાંગ 7 અને ચાંગ 8 મિશન પર કામ કરી રહ્યું છે. કેટલાક લોકો માને છે કે હવે નવો યુગ અંતરિક્ષમાં પહોંચવાની સ્પર્ધા છે. મહત્વનું છે કે અનેક એવા પ્રોજેક્ટ છે જે ચંદ્ર પર જીવન ટકી શકે કે નહીં તેની પર કામ કરી રહ્યા છે. આવનાર વર્ષોમાં ચંદ્ર પર માનવીઓને મોકલવાની પણ યોજના પણ બનાવવમાં આવી રહી છે.


શા માટે શ્રીહરિકોટાથી સેટેલાઈટને કરાય છે લોન્ચ? 

ચંદ્રને લઈ કોઈ મિશનનું લોન્ચિંગ કરવું હોય તો જુલાઈ મુખ્યત્વે પસંદ કરવામાં આવે છે કારણ કે આ સમય દરમિયાન પૃથ્વી અને ચંદ્ર એકબીજાથી નજીક હોય છે. સેટેલાઈટ લોન્ચ કરવા માટે શ્રીહરિકોટાને પસંદ કરવાના અનેક કારણો છે. પહેલું છે કે તે ઈક્વેટરથી નજીક છે. બીજું છે કે જો સેટેલાઈટ સાથે કોઈ દુર્ઘટના સર્જાય છે તો તે બે ઓફ બેન્ગાલમાં પડશે, ન તો કોઈ દેશ પર.શ્રીહરિકોટોમાં ડ્રાય વેધર રહેતું હોય છે જેને કારણે આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે સેટેલાઈટ લોન્ચ કરી શકાય છે.           



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...