ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)નું ચંદ્રયાન-3નું રોવર પ્રજ્ઞાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર આગળ વધી રહ્યું છે. ઈસરોએ શુક્રવારે (25 ઓગસ્ટ) ટ્વીટ કરીને (X) આ અંગેની માહિતી આપી હતી. ISRO એ લખ્યું, "રોવરે લગભગ 8 મીટરનું અંતર સફળતાપૂર્વક પુરૂ કર્યું છે. રોવર પેલોડ્સ LIBS અને APXS કાર્યરત છે. પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર મોડ્યુલ અને રોવર પરના તમામ પેલોડ્સ પણ રાબેતા મુજબ રીતે કાર્ય કરી રહ્યા છે."
Here is how the Lander Imager Camera captured the moon's image just prior to touchdown. pic.twitter.com/PseUAxAB6G
— ISRO (@isro) August 24, 2023
રોવર પ્રજ્ઞાનનો વીડિયો પણ શેર કર્યો હતો
Here is how the Lander Imager Camera captured the moon's image just prior to touchdown. pic.twitter.com/PseUAxAB6G
— ISRO (@isro) August 24, 2023અગાઉ ISROએ આજે સવારે ચંદ્રયાન-3 મિશનના રોવર પ્રજ્ઞાનના લેન્ડર વિક્રમ બહાર નીકળતા અને તેમાં ચંદ્રમાની સપાટી પર ચાલતો એક શાનદાર વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો લેન્ડરના ઈમેજર કેમેરાએ બનાવ્યા છે. ISROએ સોશિયલ મીડિયા મંચ એક્સ પર આ વીડિયો શેર કરતા મેસેજમાં લખ્યું- અને ચંદ્રયાન 3નું રોવર, લેન્ડરમાંથી નીકળીને આ રીતે ચંદ્રમાની સપાટી પર ચાલ્યું. ISROએ કહ્યું હતું- તમામ પ્રવૃત્તિઓ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ચાલે છે. તમામ પ્રણાલીઓ સામાન્ય છે. લેન્ડર મૉડ્યૂલમાં રહેલા ઈલ્સા (ઈન્સ્ટ્રૂમેન્ટ ફોર લૂનર સીસ્મિક એક્ટિવિટી), રંભા (રેડિયો એનાટોમી ઓફ મૂન બાઉન્ડ હાઈપરસેન્સેટિવ આયનોસ્ફિયર એન્ડ એટમોસ્ફિયર) અન ચેસ્ટ શરુ થઈ ગયા છે. રોવરે ચાલવાનું શરુ કરી દીધું છે. પ્રોપલ્શન મોડ્યૂલમાં રહેલા શેપ (સ્પેક્ટ્રો પોલરિમેટ્રી ઓફ હેબિટેબલ પ્લાનેટ અર્થ) પેલોડનું સંચાલન રવિવારે શરુ થઈ ગયું હતું.