ચંદ્રયાન-3 આજે સાંજે 6 વાગ્યાને 4 મિનિટ પર ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર લેંડ કરશે. આ 14 જુલાઈએ 3.35 મિનિટે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ થતાં જ આ 41 દિવસમાં 3.84 લાખ કિમીની સફર પુરી કરીને ઈતિહાસ રચશે. ISROએ કહ્યું છે કે તમામ સિસ્ટમ નોર્મલ છે. બેંગલુરૂ ઓફિસમાં મિશન ઓપરેશન ટીમની તૈયારી પુરી થઈ છે. 5:44 લાગ્યે જેવી જ લેંન્ડર તેની પૂર્વનિર્ધારીત પોઝિશન પર આવશે. ટીમ ઓટોમેટિક લેડિંગ સિક્વન્સ (ALS) લોન્ચ કરી દેશે. લેન્ડરના ચંદ્ર પર ઉતરતા જ રેપ ખુલશે અને પ્રજ્ઞાન રોવર તેનાથી ચંદ્રની સપાટી પર જશે. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન એકબીજાના ફોટો ખેંચશે અને ભારતમાં ઈસરોને મોકલશે. જો ભારતનું આ મિશન સફળ રહેશે તો સાઉથ પોલ પર બીજો દેશ બનશે.
#WATCH अगर हम चंद्रमा पर सफलतापूर्वक उतर गए तो यह हमारे लिए एक बड़ी उपलब्धि होगी। हम सॉफ्ट लैंडिंग करने वाले दूसरे देश बन जाएंगे...हमने चंद्रयान 2 से बहुत कुछ सीखा है...हमने अपने संचार, प्रणोदन और पैरों में बदलाव किए हैं...रूस की विफलता से पता चलता है कि चंद्रमा पर उतरना करना… pic.twitter.com/6pSwqQYsGb
— ANI_HindiNews (@AHindinews) August 23, 2023
કેવો છે કમાન્ડ સેન્ટરનો માહોલ?
#WATCH अगर हम चंद्रमा पर सफलतापूर्वक उतर गए तो यह हमारे लिए एक बड़ी उपलब्धि होगी। हम सॉफ्ट लैंडिंग करने वाले दूसरे देश बन जाएंगे...हमने चंद्रयान 2 से बहुत कुछ सीखा है...हमने अपने संचार, प्रणोदन और पैरों में बदलाव किए हैं...रूस की विफलता से पता चलता है कि चंद्रमा पर उतरना करना… pic.twitter.com/6pSwqQYsGb
— ANI_HindiNews (@AHindinews) August 23, 2023બેંગલુરુમાં ISROના ટેલિમેટ્રી એન્ડ કમાન્ડ સેન્ટર (ISTRAC) ના મિશન ઓપરેશન કોમ્પ્લેક્સ (MOX) માં, 50 થી વધુ વૈજ્ઞાનિકોએ આખી રાત ચંદ્રયાન-3 થી મળેલા ડેટાનું કમ્પ્યુટર્સ પર વિશ્લેષણ કરવામાં વિતાવી. તેઓ લેન્ડરને ઈનપુટ મોકલી રહ્યા છે, જેથી લેન્ડિંગ સમયે ખોટા નિર્ણયો લેવાનો દરેક અવકાશ સમાપ્ત થઈ જાય.
દરેક વ્યક્તિ સાંકેતિક ભાષામાં વાત કરે છે. કમાન્ડ સેન્ટરમાં ઉત્તેજના અને ચિંતાનું મિશ્ર વાતાવરણ છે. ISROના વૈજ્ઞાનિકો બેંગલુરુમાં ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC) અને બ્યાલાલુ ગામમાં ઈન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક તેમજ જર્મની, ઓસ્ટ્રેલિયામાં યુરોપિયન સ્પેસ એજન્સીના સ્ટેશન અને નાસાના ડીપ સ્પેસ નેટવર્કમાંથી રીઅલ-ટાઇમ ડેટા મેળવી રહ્યા છે, ચકાસણી કરી રહ્યા છે.
PM મોદી વર્ચ્યુઅલી જોડાશે
લેડિંગની લાઈવ ઈવેન્ટ સાંજે 5.20 વાગ્યે થશે. આ ઈવેન્ટમાં પીએમ મોદી પણ વર્ચ્યુઅલી જોડાશે. હાલ તો તે આફ્રિકામાં છે, એટલા માટે જ વર્ચ્યુઅલી જોડાશે. ત્યાં જ મિશનની સફળતા માટે ભારતમાં જ નહીં પણ વિદેશમાં વિવિધ સ્થળો પર ધાર્મિક કાર્યક્રમો તથા યજ્ઞ કરવામાં આવી રહ્યા છે.