ચંદ્ર તરફ રવાના થયું આપણું ચંદ્રયાન-3, ચંદ્રની સપાટી પર 42 દિવસ પછી લેન્ડ કરશે


  • Published By :
  • Published Date : 2023-07-14 16:48:21

ભારતની ત્રીજુ મૂન મિશન ચંદ્રયાન-3 શુક્રવારે લોન્ચ થઈ ગયું છે. તેને આજે બપોરે 2.35 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું છે. 615 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ મિશન લગભગ 42 દિવસની યાત્રા બાદ ચંદ્રના દક્ષિણ ધ્રૂવ નજીક લેંન્ડ કરશે. ચંદ્રયાન-3ને મોકલવા માટે LVM3M4 રોકેટ લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે અગાઉ GSLV MK-IIIના નામથી ઓળખાતું હતું. સ્પેસ એજન્સી ઈસરોએ આ રોકેટ ચંદ્રયાન-2ને લોન્ચ કરવા તૈયાર કર્યું હતું.


લોન્ચિંગને જોવા માટે હજારો લોકો ઉમટ્યા 


દેશના મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન હેઠળ ચંદ્રયાન-3ને ફેટ બોય LVM-M4 રોકેટ લઈ જશે. જો આ લોન્ચિંગ સંપુર્ણપણે સફળ રહ્યું તો ઓગસ્ટના અંત સુધીમાં ચંદ્રની સપાટી પર ઉતરશે. ચંદ્રયાનની લોન્ચિગને જોવા માટે હજારો લોકો ઉમટ્યા છે. તમામ એન્જિનમાં ફ્યુએલ ભરવામાં આવ્યા છે. ઈસરો ટીમ પ્રોગ્રામ્સ અને સોફ્ટવેયરની તપાસ કરી હતી. 


લેન્ડર દક્ષિણ ધ્રુવ પર જ કેમ ઉતરશે?


ચંદ્રયાન-3નું લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ થશે. ચંદ્ર પર વિજય મેળવનાર અમેરિકા, રશિયા અને ચીન હજુ સુધી આ સ્થાન પર પગ મૂક્યો નથી. ચંદ્રના આ ભાગ વિશે વધુ માહિતી બહાર આવી નથી. ચંદ્રયાન-1 મિશન દરમિયાન દક્ષિણ ધ્રુવમાં બરફ જોવા મળ્યો હતો. દક્ષિણ ધ્રુવ ખૂબ જ રસપ્રદ છે. તેની સપાટીનો મોટો ભાગ ઉત્તર ધ્રુવ કરતાં વધુ પડછાયામાં રહે છે. સૂર્યપ્રકાશ અહીં ક્યારેય પહોંચતો નથી. તાપમાન -230 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી શકે છે. આ ભાગમાં પાણી હોવાની પણ શક્યતા છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કોલ્ડ ક્રેટર્સ (ખાડા)માં પ્રારંભિક સૂર્યમંડળના ખોવાયેલા અશ્મિભૂત હોવાની શક્યતા છે. જો ચંદ્રયાન-3 અહીં ઉતરશે તો તે ઐતિહાસિક હશે.


સોફ્ટ લેન્ડિંગ મોટો પડકાર


ઈસરો માટે અસલી પડકાર તેના રોવરને ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરાવવાનો છે અને ત્યાં ચલાવાનો છે. વર્ષ 2019માં જ્યારે ચંદ્રયાન-2 મોકલવામાં આવ્યું હતું, ત્યારે લેન્ડીંગ દરમ્યાન તે ખરાબ થઈ ગયું હતું. ઈસરોના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-3 અંતર્ગત આ મોડ્યૂલના કારણે ચાંદની સપાટી પર સોફ્ટ લેન્ડીંગ અને ચંદ્ર ભૂભાગ પર રોવર ફરવાનું શરૂ કરશે. તેને LVM3M4 રોકેટ દ્વારા મોકલવામાં આવ્યું છે. પહેલા આ રોકેટને અગાઉ  GSLVMK3 કહેવાતું હતું. ભારે ઉપકરણ લઈ જવાની તેની ક્ષમતાના કારણે અંતરિક્ષ વૈજ્ઞાનિકો તેને 'ફેટ બોય' પણ છે.


LVM3M4 રોકેટની શું છે વિષેશતા?


(1)સૌથી શક્તિશાળી લૉન્ચર છે. (2)સંપૂર્ણપણે દેશમાં જ બનાવવામાં આવ્યું છે. (3)સૌથી ભારી લૉન્ચર છે જેનું વજન 642 ટન છે. (4)સૌથી ઊંચું લૉન્ચર છે. 43.3 મીટરની ઊંચાઈ છે. (5)4 ટનનું વજન ધરાવતા સેટેલાઈટને ઓર્બિટમાં લઈ જવા સક્ષમ થએ. (6)તેમાં સૌથી શક્તિશાળી ક્રાયોજેનિક ઈંજન C25 લાગેલ છે જે CE-20 પાવર આપશે (7)તેમાં S200 રોકેટ બૂસ્ટર લાગેલા છે જે રૉકેટને એટલી શક્તિ આપશે કે તે સરળતાથી આકાશમાં છલાંગ મારી શકશે. (8) તેને વિક્રમ સારાભાઈ સ્પેસ સેંટરે બનાવ્યું છે.



ધરતી અને ચંદ્રના 5-5 ચક્કર લગાવશે ચંદ્રયાન-3


ઈસરોના જણાવ્યા પ્રમાણે ચંદ્રની તરફ મોકલતા પહેલા ચંદ્રયાન-3ને ધરતીની ચારે તરફ ઓછામાં ઓછા પાંચ ચક્કર લવાવવા પડશે. દરેક ચક્કર અગાઉના ચક્કર કરતા મોટી હશે. આવું એન્જિનને ઓન કરીને કરવામાં આવશે. ઈસરોના એક વૈજ્ઞાનિકે નામ ન આપવાની શરતે જણાવ્યું કે 170X36,500 કિમીની લંબગોળ જીયોસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ દ્વારા ચંદ્રયાનનું ટ્રેકિંગ અને ઓપરેશન વધુ સરળ અને સરળ બનશે.


ભારત ચોથો દેશ બની જશે


ચંદ્રયાન-3 મિશન સફળ થશે તો ભારત આવું કરનાર અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથો દેશ બની જશે. અમેરિકા અને રશિયા બંને ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતર્યા તે પહેલા ઘણા અવકાશયાન ક્રેશ થયા હતા. 2013માં ચાંગ ઈ-3 મિશન સાથેના પ્રથમ પ્રયાસમાં સફળ થનાર ચીન એકમાત્ર દેશ છે. આ મિશન દ્વારા ભારત દુનિયાને જણાવવા માંગે છે કે તેની પાસે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવાની અને ત્યાં રોવર ચલાવવાની ક્ષમતા છે. ચંદ્રયાન-3 મિશનથી ભારત પર વિશ્વનો વિશ્વાસ વધશે જે કોમર્શિયલ બિઝનેસ વધારવામાં મદદ કરશે. ભારત તેના હેવી લિફ્ટ લોન્ચ વ્હીકલ LVM3M4 રોકેટથી ચંદ્રયાન લોન્ચ કર્યું છે. ભારત આ લોન્ચ વ્હીકલની ક્ષમતા દુનિયાને બતાવી ચૂક્યું છે.



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?