ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના બહુપ્રતિક્ષિત મિશન ચંદ્રયાન-3ને ઈતિહાસ રચવાથી થોડું અંતર બાકી રહ્યું છે. ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઉતરવા માટે સંપુર્ણપણે તૈયાર છે અને તે 23 ઓગસ્ટે સુરક્ષિત ઉતરાણ કરશે. આના બે દિવસ પહેલા લેન્ડરે ચંદ્રની અદભૂત તસવીરો મોકલી છે.
દક્ષિણ ધ્રુવની તસવીરો
ચંદ્રયાન-3 એ લેન્ડિંગ પહેલા લેન્ડર હેઝર્ડ ડિટેક્શન એન્ડ એવોઈડેન્સ કેમેરા (LHDAC) નો ઉપયોગ કરીને આ તસવીરો કેપ્ચર કરી હતી. આ તસવીરો ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવ પરની તે જગ્યાની છે, જ્યાં ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ લેન્ડ થવા જઈ રહ્યું છે.
ઈસરોએ આ તસવીર શેર કરી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર તસવીરો શેર કરતાં ઈસરોએ લખ્યું, 'આ ચંદ્રની દૂરના વિસ્તારની તસવીરો છે, જે લેન્ડરના થ્રેટ ડિટેક્શન એન્ડ રેસ્ક્યૂ કેમેરા (LHDAC) દ્વારા કેપ્ચર કરવામાં આવી છે.' સ્પેશિયલ કેમેરા વિશે જણાવતા ISROએ કહ્યું, 'આ કેમેરા (લેન્ડર)ને ઉતરતા સમયે સુરક્ષિત લેન્ડિંગ એરિયા (પથ્થર કે ઊંડા ખાડા વિનાનો વિસ્તાર) શોધવામાં મદદ કરે છે. તેને સ્પેસ એપ્લિકેશન સેન્ટર, ઈસરોમાં વિકસાવવામાં આવ્યું છે.