ભારતના મૂન મિશનને વધુ એક સફળતા મળી છે. વિક્રમ લેન્ડર ગુરુવારે બપોરે 1.15 વાગ્યે ચંદ્રયાન 3થી અલગ થઈ ગયું. હવે આગળની સફર આ લેન્ડરે જ નક્કી કરવાની છે. પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલ 100 કિમી x 100 કિમીની ભ્રમણકક્ષામાં અલગ થઈને ભ્રમણ કરવા જઈ રહ્યા છે. વિક્રમ લેન્ડર 23 ઓગસ્ટે સાંજે 5.25 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. વૈજ્ઞાનિક ટી.વી. વેંકટેશ્વરને જણાવ્યું કે રોવર લેન્ડરના પેટની અંદર જ છે.
ચંદ્રયાન-3 ધીમે ધીમે ઝડપ ઘટાડશે
ચંદ્રયાન-3એ લગભગ પોણા ચાર લાખ કિલોમીટરનું અંતર કાપવાનું છે. હવે માત્ર 100 કિમીની સફર બાકી છે. ચંદ્રયાન-3 ધીમે ધીમે તેની ઝડપ ઘટાડશે. આ માટે ચંદ્રયાનને તેના એન્જિન એટલે કે થ્રસ્ટર્સનો ઉપયોગ કરીને તેની ગતિ ધીમી કરવી પડશે. ઈસરોએ જણાવ્યું કે વિક્રમ લેન્ડરને 18 ઓગસ્ટના રોજ સાંજે 4 વાગ્યે ડીઓર્બીટીંગ દ્વારા 30 કિમીવાળા પેરીલ્યુન અને 100 કિમી એપોલ્યૂન ઓર્બિટમાં મૂકવામાં આવશે. પેરીલ્યુન એટલે ચંદ્રની સપાટીથી ઓછું અંતર. એપોલ્યુન એટલે ચંદ્રની સપાટીથી વધુ અંતર. અત્યાર સુધીની યાત્રા પ્રોપલ્શન મોડ્યૂલ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.
Chandrayaan-3 Mission :
Separation of the Lander Module from the Propulsion Module is planned for tomorrow 17 August 2023.#ISRO #Chandrayaan3 #INDIA #isro #Space #Moonmission #lander #moon pic.twitter.com/4Fk8e7fPxG
— Vijesh Kumawat (@Real_Vijesh) August 16, 2023
20 ઓગસ્ટ પછીની યાત્રા મુશ્કેલ
Chandrayaan-3 Mission :
Separation of the Lander Module from the Propulsion Module is planned for tomorrow 17 August 2023.#ISRO #Chandrayaan3 #INDIA #isro #Space #Moonmission #lander #moon pic.twitter.com/4Fk8e7fPxG
હવે ચંદ્રયાન-3 માટે આ યાત્રા ખૂબ જ મુશ્કેલ બનવાની છે. સૌથી મુશ્કેલ કામ ચંદ્રયાનની ઝડપ ઘટાડવાનું છે. એકવાર વિક્રમ લેન્ડર 30 કિમી x 100 કિમીની ભ્રમણકક્ષા મેળવે પછી સોફ્ટ લેન્ડિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ચંદ્રયાન-2 દરમિયાન તેની સ્પીડ ઓછી કરતી વખતે તે અકસ્માતનો ભોગ બન્યું હતું.