દેશમાં જ્યારથી એનડીએની સરકાર બની છે ત્યારથી ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર ચર્ચામાં છે... આજે ચર્ચા ચંદ્રબાબુ નાયડુ તેમજ આંધ્રપ્રદેશની કરવી છે. ચોથી વખત ચંદ્રબાબુ નાયડુએ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે. ચંદ્રબાબુએ સીએમ તરીકેના શપથ લીધા છે જ્યારે એક સમયના સાઉથના સુપર સ્ટાર પવન કલ્યાણે ઉપ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે .
આંધ્રપ્રદેશમાં બનશે એનડીએની સરકાર
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચંદ્રબાબુ નાયડુએ શપથ લીધા છે. શપથ વિધી સમારોહમાં પીએમ મોદી પણ સામેલ થયા હતા.. મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર હતા. જ્યારે ડેપ્યુટી સીએમ તરીકે પવન કલ્યાણે શપથ લીધા ત્યારે ત્યાં હાજર લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વાત આંધ્રપ્રદેશની કરીએ તો વિધાનસભાની ચૂંટણીઓમાં કુલ 175 બેઠકોમાંથી તેલુગુ દેશમ પાર્ટીને ૧૩૫ સીટો, પવન કલ્યાણની જનસેના પાર્ટીને 21 સીટો જ્યારે BJPને 8 સીટો મળી છે . એટલે કે રાજ્યમાં હવે NDAની ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે.
કેવી છે પવન કલ્યાણની રાજકીય સફર?
ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેનાર પવન કલ્યાણની વાત કરીએ તો તે તેલુગુ સિનેમાના ખુબ લોકપ્રિય અભિનેતા છે. સાથે જ ખુબ લોકપ્રિય અભિનેતા ચિરંનજીવીના નાના ભાઈ છે. તેમણે 1996થી ફિલ્મોમાં અભિનય કરવાનું શરૂ કરી દીધું હતું. પવન કલ્યાણે 2008માં રાજનીતિમાં પ્રવેશ કર્યો . તે વખતે તેઓ ચિરંજીવીની પ્રજા રાજ્યમ પાર્ટીમાં યુથ વિન્ગના પ્રમુખ બન્યા હતા . જોકે આ પછી પ્રજા રાજ્યમ પાર્ટીનું કોંગ્રેસમાં વિલીનીકરણ થતા પવન કલ્યાણે માર્ચ 2014માં જન સેના પાર્ટી બનાવી હતી. તેઓ આ વિધાનસભાની ચૂંટણીઓમાં પીઠાપુરમ વિધાનસભા બેઠક પરથી 70,000ના માર્જીનથી જીત્યા છે. અને હવે ચંદ્રાબાબુ નાયડુની ટીમમાં ડેપ્યુટી સીએમના પદે શપથ લીધા છે .
આ દિગ્ગજ નેતાઓ રહ્યા શપથવિધિમાં હાજર
આંધ્રપ્રદેશ કે જ્યાં હવે નવી સરકારના શપથવીધીમા NDAના સાથીપક્ષોનાં નેતાઓ પણ હાજર રહ્યા હતા .અપના દળના અનુપ્રિયા પટેલ, લોક જન શક્તિ પાર્ટી રામવિલાસના ચિરાગ પાસવાન સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા . આ સાથેજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતાઓ જેવા કે ગૃહ મંત્રી અમિત શાહ , માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, રાજ્યસભાના પૂર્વ ચેરમેન વેંકયા નાયડુ પણ ઉપસ્થિત રહ્યા હતા. આંધ્રપ્રદેશની નવી સરકારના ચાર મોટા લક્ષ્યાંકો છે .પહેલું કેન્દ્ર સરકાર પાસેથી મદદ લઈને આંધ્રપ્રદેશને ફરી વાર બેઠું કરવું , અમરાવતીને આંધ્ર પ્રદેશની રાજધાની બનાવી , ગોદાવરી નદી પરનો પોલાવરમ પ્રોજેક્ટ પૂરો કરવો સાથે જ વિશાખાપટનમને વિકસિત કરવું .