Gujaratમાં ચાંદીપુરા વાયરસનો કહેર! હજી સુધી નોંધાયા આટલા કેસ અને આટલા બાળકો બન્યા આ વાયરસનો ભોગ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-17 16:31:30

ગુજરાતમાં હાલમાં એક રોગ બાળકોમાં ખુબ હાહાકાર મચાવી રહ્યો છે તે છે ચાંદિપુરા વાઇરસ . આ વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા હવે ૧૪ પર પહોંચી ચુકી છે. જેમાંથી ૮ જેટલા બાળકોના તો મૃત્યુ થઈ ચુક્યા છે.  અને હવે આ વાયરસનો એક કેસ ગાંધીનગરમાં નોંધાયો છે. એવી માહિતી પણ સામે આવી છે કે અમદાવાદમાં પણ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો છે.  



ચાંદીપુરા વાયરસની ચપેટમાં આવવાથી થયા અનેક બાળકોના મોત

હાલ ચોમાસાની સિઝન છે.. જેને કારણે માખી તેમજ મચ્છરનો ઉપદ્રવ થતો હોય છે. આ સમય દરમિયાન તાવ આવવું સામાન્ય હોય છે. પરંતુ સામાન્ય લાગતો તાવ ચાંદીપુરા વાયરસના લક્ષણો પણ હોઈ શકે છે.. બાળકોમાં પ્રસરી રહેલો વાયરસ ચિંતાનો વિષય બન્યો છે. સમાચાર આવી રહ્યા છે કે મહેસાણામાં વધુ એક બાળકનું ચાંદીપુરા વાયરસથી શંકાસ્પદ મોત થયું છે . આ મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે કેસ નોંધાયા હતા. વરેઠા અને ડાભલામાં નોંધાયા હતા. જેમાંથી 1 બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે.



આ જગ્યાઓ પર થયા બાળકોના મોત

આરોગ્ય વિભાગની ટીમએ આ બાળકોના ઘરની આસપાસ તપાસ કરી રહી છે . અને હવે સેમ્પલ તપાસ માટે પુના મોકલવામાં આવ્યા છે. હજી સુધી જે પ્રમાણે માહિતી સામે આવી છે તે અનુસાર લુણાવાડા અને હિંમતનગરમાં 1-1 બાળકોના મોત થયા હતા. અને પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં પણ કેસ નોંધાયા હતા , હવે આજે ગાંધીનગરમાં પણ ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો છે. આ મામલે ઋષિકેશ પટેલે પણ પ્રતિક્રિયા આપી હતી.  



શું છે ચાંદીપુરા વાયરસનો ઈતિહાસ? 

વાત કરીએ ચાંદીપુરા વાયરસની તો, આ કોઈ નવો વાયરસ નથી. 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરમાં આનો પહેલો કેસ સામે આવ્યો હતો . મહારાષ્ટ્ર , ગુજરાત અને આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારો હાલમાં આ વાયરસથી પ્રભાવિત છે . આ RNA વાઇરસ છે . તેના સંક્રમણથી દર્દી મગજના તાવનો એટલે કે એન્સેફેલાઇટીસનો શિકાર થાય છે . આ રોગ એ મચ્છરો અને માખી જેવા રોગવાહકોના કરડવાથી થાય છે . 


શું છે આ રોગના લક્ષણો?

હવે જાણીએ આ વાઇરસના લક્ષણો શું છે? સંક્રમિત થનારા દર્દીને જોરદાર તાવ આવે છે , તેમાં ફલૂ જેવા જ લક્ષણ હોય છે. અને એનસેફલાઇટિસની ફરિયાદ રહે છે .આ વાઇરસથી સંક્રમિત દર્દીઓમાં ઉલ્ટી,ગરદનમાં ખેંચાણ અને માથાનો દુખાવો એ સામાન્ય લક્ષણ છે . બાળકોને આ વાઇરસથી સંક્રમિત થતા બચાવવા માટે તેમને પ્રભાવિત વિસ્તારો કે જંગલોમાં જવાથી રોકવા જોઈએ . મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ અટકાવવા માટે સમયાંતરે છટકાવ કરતા રેહવું જોઈએ . સંક્રમણના લક્ષણો વિશે ખબર પડતા જ તાત્કાલિક ડોક્ટર્સની સલાહ લેવી જોઈએ . 


મૃત્યુનું જોખમ પણ વધી શકે છે.. 

અહીં એક વસ્તુ ખુબ મહત્વની છે કે , જોકે આ વાઇરસનું સંક્રમણ ખુબ દુર્લભ છે , તેની સારવાર માટે કોઈ પણ એન્ટી વાયરસ દવા નથી બની . બીમારીના લક્ષણ મુજબ ડૉક્ટર દવા આપે છે. જો આ વાયરસનું સંક્રમણ એડવાન્સ સ્ટેજમાં પહોંચી જાય તો , કોમા અને મૃત્યુનું જોખમ રહે છે . એમાં મૃત્યુદર ૭૫ ટકા હોય છે . જોકે આપણા ગુજરાત રાજ્યની આરોગ્યટિમો પણ ચાંદીપુરા વાઇરસને લયીને ખુબ સક્રિય થઈ ગયી છે. 



આજે કાળી ચૌદશ છે... કાળી ચૌદશને નરક ચૌદશ અથવા નાની દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે.... દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશને કાળી ચૌદશ તરીકે ઉજવવામાં આવે છે..

ધનતેરસનો ઉલ્લેખ અનેક ધાર્મિક ગ્રંથોમાં મળે છે.. એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથનમાંથી અનેક પદાર્થો નિકળ્યા... અન્ય પદાર્થોની સાથે કમલાસના શ્રીલક્ષ્મી એક હાથમાં કુંભ અને બીજા હાથમાં કમળ સાથે પ્રગટ થયાં.

સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક માધ્યમિક શાળાના આચાર્ય અને સુપરવાઈઝર તેમજ શિક્ષકોએ શાળાના ખૂબ જ જરૂરિયાતમંદ તેમજ માતા પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી અને ભેટ સોગાદો આપ્યા હતા..

આજે વાક બારસ છે જેને આપણે વાઘ બારસ તરીકે બોલીએ છીએ.. વાક્ એટલે વાણી.. વાણીની અધિષ્ઠાત્રી દેવી એવા માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.. વાસ્તવમાં આ તહેવારનું નામ છે વાક્ બારસ પરંતુ અપભ્રંશ થતા થતા આને વાઘ બારસ કહેવા લાગ્યા..