Chandigarh Mayor Election:સુપ્રીમ કોર્ટે ચુકાદો બદલ્યો, AAPના કુલદીપ કુમાર બનશે ચંદીગઢના મેયર


  • Published By :
  • Published Date : 2024-02-20 17:18:45

ચંદીગઢના મેયરની ચૂંટણી અંગે સુપ્રીમ કોર્ટ તેનો ચુકાદો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે બિજેપીને જોરદાર ઝટકો આપ્યો છે.  મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટીસ મનોજ મિશ્રાની બનેલી બેન્ચે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. હવે ચંદીગઢના નવા મેયર આમ આદમી પાર્ટી  (AAP)ના કુલદીપ કુમાર હશે. તે સાથે જ અગાઉના રિટર્નિગ ઓફિસર અનિલ મસીહને કોર્ટની અવગણનાની નોટિસ આપવામાં આવી છે. આપ-કોંગ્રેસ ગઠબંધનનો ઉમેદવાર હવે કુલદીપ કુમાર હવે  મેયર બનશે. 


પુરાવાઓ સુપ્રીમ કોર્ટમાં રજુ કરાયા


સુપ્રીમ કોર્ટની બેન્ચે ચૂંટણીનો વીડિયો જોયો અને બેલેટ પેપરની તપાસ કરી હતી. ઉલ્લેખનિય છે કે આમ આદમી પાર્ટીના કાઉન્સિલરે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં 8 વોટ રદ્દ કરવાના રિટર્નિગ અધિકારીના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.  


રિટર્નિગ અધિકારીએ કબૂલી હતી ગેરરીતી


સુપ્રીમ કોર્ટમાં 30 જાન્યુઆરીના રોજ ચંદીગઢ મેયરની ચૂંટણીના કેસમાં સોમવારે થયેલી સુનાવણીમાં રિટર્નિગ અધિકારી અનિલ મસીહે બેલેટ પેપર પર ક્રોસનું નિશાન કર્યું હોવાનું કબૂલ્યુ હતું. રિટર્નિગ અધિકારીની ગેરરીતીના કારણે જ આપ અને કોંગ્રેસ ગઠબંધનની હાર થઈ હતી. 


AAP-કોંગ્રેસ પાસે બહુમતી હતી


આ બદલાયેલા સમીકરણની બીજી બાજુ પણ છે. બે દિવસ પહેલા સુધી ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન પાસે બહુમતી હતી. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના 14 કાઉન્સિલર હતા. AAPના ત્રણ કાઉન્સિલરો પૂનમ દેવી, નેહા મુસાવત, ગુરચરણ કાલા ભાજપમાં જોડાયા બાદ, ભાજપ પાસે 17 કાઉન્સિલરો છે. તેમને શિરોમણી અકાલી દળના કાઉન્સિલરનું સમર્થન પણ છે. આ સિવાય ભાજપ પાસે સાંસદ કિરણ ખેરના વોટ પણ છે. આ રીતે ભાજપ 35 સભ્યોના ગૃહમાં 19 સભ્યોના મત મેળવી શકે છે. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બહુમતનો આંકડો 19 છે. 2016થી ચંદીગઢમાં મેયરનું પદ ભાજપ પાસે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?