ચંદીગઢના મેયરની ચૂંટણી અંગે સુપ્રીમ કોર્ટ તેનો ચુકાદો સંભળાવી દીધો છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટીસ મનોજ મિશ્રાએ કહ્યું છે કે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં મતોની ગણતરી ફરીથી કરવામાં આવે, અમાન્ય ગણાયેલા મત હવે માન્ય રહેશે. તે સાથે જ તે પણ સ્પષ્ટ થઈ ગયું છે કે આપ-કોંગ્રેસ ગઠબંધનનો ઉમેદવાર હવે મેયર બની શકશે.
सुप्रीम कोर्ट ने आदेश दिया कि AAP उम्मीदवार को चंडीगढ़ नगर निगम के मेयर पद के लिए वैध रूप से निर्वाचित उम्मीदवार घोषित किया जाए। pic.twitter.com/02CUrGK7UX
— ANI_HindiNews (@AHindinews) February 20, 2024
સુપ્રીમ કોર્ટે પુરાવાઓ જોયા
सुप्रीम कोर्ट ने आदेश दिया कि AAP उम्मीदवार को चंडीगढ़ नगर निगम के मेयर पद के लिए वैध रूप से निर्वाचित उम्मीदवार घोषित किया जाए। pic.twitter.com/02CUrGK7UX
— ANI_HindiNews (@AHindinews) February 20, 2024સુપ્રીમ કોર્ટની બેન્ચે ચૂંટણીનો વીડિયો જોયો અને બેલેટ પેપરની તપાસ કરી હતી. ઉલ્લેખનિય છે કે આમ આદમી પાર્ટીના કાઉન્સિલરે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં 8 વોટ રદ્દ કરવાના રિટર્નિગ અધિકારીના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
રિટર્નિગ અધિકારીએ કબૂલી હતી ગેરરીતી
સુપ્રીમ કોર્ટમાં 30 જાન્યુઆરીના રોજ ચંદીગઢ મેયરની ચૂંટણીના કેસમાં સોમવારે થયેલી સુનાવણીમાં રિટર્નિગ અધિકારી અનિલ મસીહે બેલેટ પેપર પર ક્રોસનું નિશાન કર્યું હોવાનું કબૂલ્યુ હતું. રિટર્નિગ અધિકારીની ગેરરીતીના કારણે જ આપ અને કોંગ્રેસ ગઠબંધનની હાર થઈ હતી.
AAP-કોંગ્રેસ પાસે બહુમતી હતી
આ બદલાયેલા સમીકરણની બીજી બાજુ પણ છે. બે દિવસ પહેલા સુધી ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન પાસે બહુમતી હતી. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના 14 કાઉન્સિલર હતા. AAPના ત્રણ કાઉન્સિલરો પૂનમ દેવી, નેહા મુસાવત, ગુરચરણ કાલા ભાજપમાં જોડાયા બાદ, ભાજપ પાસે 17 કાઉન્સિલરો છે. તેમને શિરોમણી અકાલી દળના કાઉન્સિલરનું સમર્થન પણ છે. આ સિવાય ભાજપ પાસે સાંસદ કિરણ ખેરના વોટ પણ છે. આ રીતે ભાજપ 35 સભ્યોના ગૃહમાં 19 સભ્યોના મત મેળવી શકે છે. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બહુમતનો આંકડો 19 છે. 2016થી ચંદીગઢમાં મેયરનું પદ ભાજપ પાસે છે.