ચંદીગઢ મેયર ચૂંટણી: રિટર્નિગ ઓફિસર અનિલ મસિહે કબુલ્યું, 'હા બેલેટ પેપર પર કર્યું હતું ક્રોસનું નિશાન'


  • Published By :
  • Published Date : 2024-02-19 17:25:53

ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે દાખલ કરેલી અરજી મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. બંને પાર્ટીઓએ મેયરની ચૂંટણીમાં ગેરરિતીનો આરોપ લગાવ્યો હતો અને ચૂંટણી અધિકારીનો વિડીયો વાયરલ થયો હતો. ચૂંટણી અધિકારીનો આ વીડિયો પણ પુરાવા તરીકે સુપ્રીમ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. આ વીડિયો જોઈને મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ ચૂંટણી અધિકારી પર ભડક્યા હતા અને ચૂંટણી અધિકારીને ફટકાર લગાવી હતી. આજે આ ચૂંટણી અધિકારીએ કોર્ટમાં કબૂલ્યું છે કે તેમણે બેલેટ પેપર પર ક્રોસનું માર્ક કર્યું હતું. 


શું કહ્યું અનિલ મસીહે?


સુપ્રીમ કોર્ટમાં હાજર થયેલા રિટર્નિગ ઓફિસર અનિલ મસિહને બેંચે પૂછ્યું કે તેમણે બેલેટ પેપર પર ક્રોસ માર્ક કર્યું હતું કે નહીં. આ બાબતને રિટર્નિગ ઓફિસરે સ્વિકારી લીધી હતી, તેમણે કહ્યું હતું કે હા,  તેમણે આવું કર્યું હતું, કેમ કે આમ આદમી પાર્ટીના મેયર ઉમેદવારે આવીને બેલેટે પેપર લઈ જઈને ફાડી નાખ્યું અને પછી ભાગી ગયા હતા. ત્યાર બાદ બેન્ચે પૂછ્યું કે પણ તમે ઓફ ક્રોસ કેમ કર્યું હતું?  તો તેનો જવાબ આપતા મસિહે કહ્યું કે તે પેપર પર નિશાન આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 


કાલે બેલેટ પેપર સુપ્રીમમાં રજુ કરાશે


સુપ્રીમ કોર્ટમાં રજુ થયેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ પણ સ્વિકાર્યું હતું કે  તેમણે માર્ક લગાવ્યું છે, આ સ્થિતીમાં તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. કોર્ટે કહ્યું કે અમે ડેપ્યુટી કમિશનરને કહીંશું કે નવા રિટર્નિગ ઓફિસરની નિમણૂંક કરે. અમે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજીસ્ટ્રારને પણ કહીંશું કે તે ચૂંટણીનું મોનિટરિંગ કરે. તે ઉપરાંત રજીસ્ટ્રાર જનરલને પણ ચૂંટણી સંબંધિત તમામ રેકોર્ડ રજુ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે જે બેલેટ પેપર રજીસ્ટાર જનરલ પાસે છે તે એક જ્યુડિશિયલ ઓફિસરને સવારે 10.30 વાગ્યે અમારી સમક્ષ લાવવામાં આવે.  


સમગ્ર મામલો શું છે?


ચંદીગઢના મેયર માટેની ચૂંટણી 30 જાન્યુઆરીના રોજ યોજાઈ હતી. તે સમયે બિજેપીના 14 કાઉન્સિલર હતા, જો કે આપ અને કોંગ્રેસ ગઠબંધનના  સયુક્ત કાઉન્સિલરની વાત કરીએ તો સંખ્યા બળમાં આપનો મેયર બનવાનો હતો. કારણ કે આપના 13 અને કોંગ્રેસના 7 કાઉન્સિલર હતા. આ ચૂંટણીમાં ચંદીગઢના સાંસદ પણ મત આપે છે.  જો કે ચૂંટણી દરમિયાન પ્રિસાઈડિંગ ઓફિસર અનિલ મસિહે આપ અને કોંગ્રેસના 8 વોટોને રદ્દ કરી દીધા હતા. જેથી 16 મત મેળવનારી બિજેપીની જીત થતા તેનો મેયર બન્યો હતો. આ સમગ્ર મામલે આપ અને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.  મેયરની ચૂંટણીમાં ગેરરીતિ આચરનારા અનિલ મસિહનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?